Patan News પાટણમાં પોતાનાં પિયરમાં રહેતી મહિલાને તેનાં સાસરીયાંઓએ દેહજ (Dahej) ની માંગણી કરી તથા સંતાન બાબતે મેણાં ટોણા મારીને શારિરીક માનસીક ત્રાસ આપીને મારઝુડ કરાતી હોવાનો આક્ષેપ કરતી ફરીયાદ નોધાઈ હતી.
આ અંગેની મળતી માહિતી મુજબ પાટણમાં રહેતી યુવતીના લગ્ન એક યુવક સાથે થયા હતા. લગ્નનાં ત્રણ માસ બાદ તેનાં પતિ-સાસુ- સસરાએ ‘તને ખાવાનું બરાબર બનાવતાં આવડતું નથી તું ઘરનું કામકાજ બરાબર કરતી નથી તેમ કહી શારિરીક માનસિક ત્રાસ આપ્યો હતો. તેમજ સંતાનમાં બાળક થતું નથી ને તુ વાંઝણી છે એમ કહી મેણા ટોણાં મારી દહેજમાં 10લાખની માંગણી કરી હતી.
જે પૈસા નહિં અપતાં તેને ઘરમાંથી કાઢી મૂકતા પતિ સાથે અલગથી ભાડે રહેતી હતી. ત્યાં પણ તેનાં સાસુ સસરાની ચઢામણીથી પતિએ તેને વારંવાર મારઝુડ કરીને તેને લાકડીથી અને કડાથી માર મારતાં ઇજા થઇ હતી. આ બનાવ અંગે મહિલાએ પાટણ મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોધાવી હતી.