મહેસાણા પોલીસ હેડ કવાટર્સ ખાતે આવેલા પોલીસ અધિકારીઓના બ્લોક સી-૧ ના મકાન નંબર ૯ માં ફાયરીંગ ની ઘટના થી ચકચાર મચી ગઇ છે.

મહેસાણા શહેર એ.ડિવિઝન પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા પીએસઆઇ જે.એલ.બોરીચા પોતાના ઘર માં હતા ત્યારે તેમની રિવોલ્વર માંથી એક રાઉન્ડ ફાયરીંગ થી પોલીસ હેડ કવાટર્સ માં ચકચાર મચાવી દીધી છે..પ્રાથમિક માહિતી મુજબ પીએસઆઇ જે.એલ.બોરીચા રિવોલ્વર ની સફાઈ કરતા હતા ત્યારે ફાયરીંગ ની ઘટના બનતા ગોળી દીવાલ ને ભટકાઈ તેમની પત્ની ના પગ માં વાગતા ઘાયલ થયા હતા.

જોકે પીએસઆઇ ની ઘાયલ પત્ની ને પ્રથમ મહેસાણા સિવિલ માં સારવાર આપ્યા બાદ ખાનગી હોસ્પિટલ ના સારવાર આપવા માં આવી હતી..જોકે પીએસઆઇ ની રિવોલ્વર માંથી ફાયરીંગ ની ઘટના બાબતે પોલીસ વિભાગ કઈ પણ કહેવા તૈયાર નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024