પાટણ નગરપાલિકામાં સમાવેશ કરાયેલા ઓજી વિસ્તારોનો વિકાસ કરવા માટે રાજ્ય સરકાર અને પાટણ નગરપાલિકા કટિબદ્ઘ છે.રાજ્ય સરકાર દ્વારા પણ લાખો રૂપિયાની ગ્રાન્ટ ઓજી વિસ્તારના વિકાસ માટે ફાળવવામાં આવી છે.જે અંતર્ગત ગતરોજ શહેરના ઓજી વિસ્તાર એવા રામનગરમાં પાંચ જેટલા આર.સી.સી રોડનું ભૂમિપૂજન પૂર્વ પ્રદેશ ભાજપ મહામંત્રી કે.સી પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું.

નગરપાલિકામાં સમાવેશ કરાયેલો ઓજી વિસ્તાર એવા રામનગરના ઘણા વિસ્તારમાં માર્ગ ના અભાવે ચોમાસાની વરસાદી સીઝનમાં લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.અને બાળકોને પણ વરસાદી પાણી ભરાતા શાળાએ આવવા- જવામાં ભારે હાલાકી ભોગવવાનો વારો આવતો હતો.

જેને લઇને નગરપાલિકા દ્વારા ઓજી વિસ્તાર એવા રામનગરમાં પાંચ જેટલા પેવર આર.સી.સી રોડ મંજુર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ગતરોજ રામનગરમાં પાંચ જેટલા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં નગરપાલિકાના પ્રમુખ સ્મિતાબેન પટેલ ઉપપ્રમુખ ધર્મેશભાઈ પ્રજાપતિ શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરી,મહામંત્રી ગૌરવ મોદી કારોબારી ચેરમેન અરવિંદભાઇ પટેલ સહિત વિસ્તાર ના કોપોંરેટરો પણ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024