ગ્રામ પંચાયતથી માંડી જિલ્લા પંચાયત સુધીની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં મહિલા ઉમેદવારો ચૂંટાયા બાદ મોટાભાગે તેમના પતિ, પુત્ર કે દિયર પડદા પાછળ રહી શાસન કરતાં હોવાની સાથે બેઠકોમાં પણ હાજરી આપતાં હોય એ સામાન્ય બાબત બની ગઈ છે.

પરંતુ મહેસાણા જિલ્લા પંચાયતમાં આઇસીડીએસ વિભાગની બેઠકમાં હદ તો ત્યારે થઇ જ્યારે ચેરમેન મીનાબેન પટેલના પતિદેવ નરેન્દ્રભાઇ પટેલ સ્ટેજ પર બિરાજ્યા. એટલુ જ નહીં એક કલાકની આ બેઠક પણ નરેન્દ્રભાઇએ લીધી અને વિવિધ કામગીરીના ૮ જેટલા ઠરાવોનો નિર્ણય પણ પોતે જ લીધો.

સત્તાના નશામાં ડૂબેલા ચેરમેનના પતિએ આંગણવાડીઓના કામગીરીના અહેવાલો માંગવાની સાથે વિભાગના અધિકારીથી માંડી કર્મચારીઓને ખખડાવતા હોય તેમ કડક શબ્દોમાં સૂચનાઓ પણ આપી હતી. આ દરમિયાન તેમની બાજુમાં બેઠેલા મહિલા ચેરમેન એક શબ્દ પણ ન ઉચ્ચારી શક્યા. બેઠક દરમિયાન તમે સદસ્ય નથી તો કઇ સત્તાની રૂએ બેઠક લઇ રહ્યા છો તેમ પુછતાં તેમણે કહ્યું કે, એમાં હું ખોટું શું કરી રહ્યો છું? મારાં પત્ની ચૂંટાયાં છે, એ ચેરમેન છે.

એમને આ બાબતનો પુરો અનુભવ નથી. એટલે હું આ પહેલી મિટિંગ પુરતો એમના અનુભવ માટે અહીં બેઠો છું. હવે પછીની જે મિટિંગો થશે એ તેમના અધ્યક્ષ સ્થાને થશે. બીજી બાજુ ચેરમેન મીનાબેન પટેલે કહ્યું કે, મે પાવર ઓફ એર્ટની આપી છે.

નરેન્દ્રભાઇ તેમની પત્નીની સત્તાનો દૂરુપયોગ કરી આઇસીડીએસ વિભાગના સ્ટાફને ગમે ત્યારે ફોન કરી તપાસ માટે વાહનોની માંગ કરતા હતા. તેમજ પત્નીને ચેરમેન પદ મળ્યા બાદ વિભાગના અધિકારીઓ સામે રોફ જમાવવા કલાકો સુધી બેસી વિવિધ મુદ્દે ચર્ચા કરતા આવ્યા છે. જોકે, સત્તા સામે શાણપણ નકામું માની સ્ટાફે ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવાનું ટાળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024