પાટણ : હારીજ હાઈવે પરથી કારમાંથી ઝડપાયો વિદેશી દારુ

પાટણ શહેર સહિત જીલ્લા માંથી અસામાજિક પ્રવૃતિને નેસ્ત નાબુદ કરવા જિલ્લા પોલીસ વડા દ્વારા તમામ પોલીસ મથકોને સૂચના આપવામાં આવી હતી.

જે સૂચના અનુસાર પાટણ એલસીબી પોલીસે મંગળવારના રોજ હાઇવે પરથી વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરોની અટકાયત કરી હતી.

પાટણ શહેર સહિત સમગ્ર જિૡામાં દેશી તેમજ વિદેશી દારૂની બદી ને નાબૂદ કરવા જિલ્લા પોલીસ વડાની સુચના અનુસાર પાટણ એલસીબી પોલીસ દ્વારા મંગળવારના રોજ મળેલી બાતમીના આધારે હારિજ હાઇવે પર થી પસાર થઇ રહેલ ગાડી ને

ઉભી રખાવી તેની તલાસી લેતાં ગાડીમાં રાખેલ વિદેશી દારૂની બોટલ નંગ ૮ર૦, કાર સહિત ર,પ૩,૩૬૯નો મુદ્દામાલ સાથે બે બુટલેગરોને આબાદ ઝડપી લઇ હારીજ પોલીસ મથકે પ્રોહિબિશનનો ગુનો નોંધી વધુ તપાસ પોલીસે હાથ ધરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here