મહેસાણા જિલ્લામાં આશરે પ૦૦ જેટલા ઝવેરીઓએ આજે પોતાની દુકાનો બંધ રાખી વિરોધ નોંધવ્યો હતો. શહેરમાં ચોકસી એસોસિએશન દ્વારા સોની બજારમાં એકત્રિત થઈને સરકાર સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો અને જણાવ્યું હતું કે, સરકારના હોલમાર્કિંગના નિર્ણયને અમે આવકારીએ છીએ, પરંતુ એચયુ આઈડી નંબરથી જવેલર્સ સાથે સંકળાયેલા વેપારીઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવશે.

તેમજ છેલ્લા બે વર્ષ થી વેપારીઓ નુકસાનનો સામનો કરી રહ્યા છે ત્યારેએચયુ આઈડીનો નિર્ણય પરત ખેંચવા વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ કરી સૂત્રોચ્ચાર સાથે માંગ કરી હતી.