ગુજરાત સરકાર દ્વારા આજે રાજયભર માં સંવેદના દિવસ ની ઉજવણી કરવામાં આવી છે.જેના ભાગરૂપે આજરોજ મહેસાણા મુકામે નાયબ મુખ્યમંત્રી ના અધ્યક્ષ સ્થાને સંવેદના દિવસ ની ઉજવણી કરવામાં આવી છે.
ત્યારે લોકો ની સમસ્યાઓનું સ્થળ ઉપર જ નિકાલ ના સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ના હસ્તે વિવિધ સરકારી યોજનાઓ હેઠળ લાભાર્થીઓને પ્રમાણપત્રો તેમજ વિવિધ સહાયો સહિતના લાભ લાભાર્થીઓને આપવામાં આવ્યા હતા.
છેવાડાનો એક પણ સાચો લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત ના રહી જાય એવા આશય થી આજે સંવેદના દિવસની ઉજવણી રાજ્યભર માં કરવામાં આવી છે.