મહેસાણાના મગપુરામાં રહેતા રાકેશજી ઠાકોર નામના યુવાન ને દારૂ પીવાના કેસ માં કોર્ટ સબજેલમાં મોકલી આપ્યા બાદ મોત નિપજતા વિવાદ સર્જાયો હતો. ત્યારે અમદાવાદ પેનલ ડોક્ટર થી પોસ્ટ મોર્ટમ કરાવ્યા બાદ મૃતક યુવાનના પરિવારજનોની સાથે સાથે ઠાકોર સમાજમાં ન્યાયની માંગ સાથે આક્રોશ જોવા મળ્યો હતો.
જેને લઈ આજરોજ ઠાકોર સમાજે ન્યાયની માંગ સાથે રેલી યોજી મહેસાણા જિલ્લા કલકેટર કચેરી ખાતે પહોંચી હતી. કોંગ્રેસના ધારાસભ્ય ભરતજી ઠાકોરની આગેવાનીમાં કોંગી અગ્રણીઓ રેલી સાથે કલેકટર કચેરી પહોંચી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી તપાસની માંગ સાથે ન્યાય ની માંગ કરી હતી. જોકે રેલી દરમ્યાન ઠાકોર સમાજ ની મહિલાઓએ છાજીયા લઈ સરકાર વિરુધ્ધ પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો.