પાટણ શહેરની આંગણવાડીઓમાં અભ્યાસ કરતાં બાળકોને પૌષ્ટીક આહાર મળી રહે તેવા પ્રયત્નો પ્રસંગોપાત વિવિધ સેવાકીય સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા હોય છે. ત્યારે આજરોજ પાટણ જાયન્ટસના સભ્યો યોગેશભાઈ સોલંકી અને દિનેશભાઈ પ્રજાપતિના સહયોગથી જળચોક આંગણવાડીના બાળકોને પૌષ્ટીક આહાર તરીકે શીરો અને મગનું વિતરણ કરવામાં આવ્યું હતું.

તો આ પ્રસંગે જાયન્ટસના મનોજભાઈ પટેલ અને આમ આદમી પાર્ટી ના શહેર પ્રમુખ ધર્મેશ પટેલ ખાસ ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે જાયન્ટસ પાટણના પ્રમુખ નટુભાઈ દરજીએ કોરોના વેકિસનનું મહાત્મ્ય સમજાવી જે લોકોએ વેકિસન ના લીધી હોય તે લોકોને વહેલી તકે વેકિસન લઈ લેવા અનુરોધ કર્યો હતો.

અને જાયન્ટસ પાટણ હંમેશા જરુરીયાતમંદ અને નિ:સહાય લોકોની વ્હારે આવતી સંસ્થા હોવાથી નિરાધાર નિ:સહાય લોકોને કોઈપણ પ્રકારની જરુરીયાત હોય તો તેઓને નિસંકોચ જણાવવા આહવાન કરી તેઓની મુસીબતમાં મહદઅંશે જાયન્ટસ પાટણ મદદરુપ થવાનો અનુરોધ કર્યો હતો. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પ્લાસ્ટિકના નવીન ડબ્બાઓમાં મગ અને શીરાનું વિતરણ આંગણવાડીઓના ભૂલકાઓને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટીસંખ્યામાં આંગણવાડીના બાળકો સહિત વાલીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024