ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા આજ થી ઊંઝા ઉમિયા ધામ થી બીજા ચરણ નો જન સંવેદના કાર્યક્રમ શરૂ કરવાની હતી. પરંતુ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ નેતા ગોપાલ ઈટાલિયા ની મહેસાણા ક્રાઈમ બ્રાન્ચ સહિત ની પોલીસ ટીમે અમદાવાદ હાઇવે ઉપર ટોલનાકા થી ધરપકડ કરી હતી.
વર્ષ ડિસેમ્બર ર૦ર૦ માં જાહેરનામાં ભંગ ની ગોપાલ ઇટાલિયા સહિત કુલ ર૬ લોકો સામે ફરીયાદ થઈ હતી અને આપ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટલીયા ની ધરપકડ બાકી હોવાથી ધરપકડ કરાતા આમ આદમી પાર્ટી ના અગ્રણીઆે અને કાર્યકરો પહેલા તાલુકા પોલીસ સ્ટેશન અને ત્યારબાદ મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન પહોંચી હંગામો મચાવ્યો હતો.
જોકે મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસે ૪ કલાક ની પોલીસ કાર્યવાહી બાદ ગોપાલ ઇટાલીયા ને જામીન ઉપર મુક્ત કર્યાં હતા.