ગુજરાત સરકાર દ્વારા આજ થી આેપન વેકસીનેશન કામગીરી શરૂ કરવા માં આવી છે,,ત્યારે મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર એ મહેસાણા ટાઉનહોલ ખાતે મેં પણ કોરોના વેકસીન લીધી છે ના સ્લોગન સાથે વેકસીન આપવા નું શરૂ કરવા માં આવ્યું છે.
મહેસાણા જિલ્લા આરોગ્ય વિભાગે જિલ્લા ના ૧૦ તાલુકાઆેમાં ૧૩૦ વેકસીનેશન કેન્દ્રો એક સાથે આજ થી શરૂકર્યો છે. આ તમામ ૧૩૦ વેકસીન કેન્દ્રો ઉપર ૧૮ વર્ષ થી ઉપર ના તમામ નાગરીકો ને સ્થળ ઉપર જ વેકસીન આપવા નું શરૂ કરી દેવા માં આવ્યું છે.