મહેસાણા જિલ્લાના મોટીદાઉ ગામમાં વર્ષો જૂના કુવામાં પાણી આવતા ગામમાં હરખ રેલાયો છે. ૩૦૦ વર્ષ કરતા વધુ જૂનો અને પ૦ વર્ષથી પાણી વિહોણા કૂવામાં સંપૂર્ણ પીવાલાયક પાણીથી સુકો ભઠઠ કુવો પાણીથી ભરાયો છે.
આમ મોટીદાઉ ગામમાં વર્ષો જૂના પડતર પડી રહેલા કૂવામાં પાણી આવતા આજે એના વધામણાં કરવામાં આવ્યા હતા અને સંસદ સભ્યના હસ્તે ગ્રામજનોને પીવાનું પાણી આપવા ખુલ્લો મુકાયો છે.
આથી હવે મોટીદાઉના ગ્રામજનો હવે કુદરતના ખોળેથી આવેલા પાણીનો રોજીંદા જીવનમાં ઉપયોગ કરવાનું જણાવ્યું હતું