Suresh Angadi
બુધવારે કેન્દ્રીય પ્રધાન સુરેશ અંગાડી (Suresh Angadi)નું અવસાન થયું છે. સુરેશ અંગાડી મોદી કેબિનેટમાં રેલ્વે રાજ્યમંત્રી હતા. તેઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. જેથી તેમની સારવાર દિલ્હીની એઈમ્સ (AIMS) હોસ્પિટલમાં ચાલી રહી હતી.
PM નરેન્દ્ર મોદીએ સુરેશ આંગડીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને લખ્યું છે કે સુરેશ આંગડી એક મહાન કાર્યકર હતા જેમણે કર્ણાટકમાં પાર્ટીને મજબૂત બનાવવા માટે કામ કર્યું.
આ પણ જુઓ : DRDO દ્વારા લેસર ગાઈડેડ એન્ટી ટેન્ક મિસાઈલનુ સફળ પરિક્ષણ
દેશમાં કોરોના મહામારીના વધી રહેલા પ્રકોપ વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ સહિત સાત રાજ્યો અને કેન્દ્ર શાષિત પ્રદેશોના મુખ્યમંત્રી અને સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બેઠક કરી હતી. વીડિયો કોન્ફરન્સ દ્વારા પ્રધાનમંત્રીએ આ રાજ્યોમાં કોરોના વાયરસ સંક્રમણની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી હતી.
રાજ્યમાં 23મી સપ્ટેમ્બરે કોરોના વાયરસના 1372 નવા કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે 1289 દર્દીઓ સાજા પણ થયા છે. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ને 1,17,709 એ પહોંચી ગયો છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.