Ladakh border

Ladakh border

ચીનની ચાલને હંફાવવા ભારતીય હવાઇ દળે લદ્દાખ સરહદે (Ladakh border) પોતાનાં કાબેલ વિમાનોને તહેનાત કર્યા હતા. સુખોઇ, મિરાજ અને રાફેલ વિમાનો લદ્દાખ સરહદે સક્રિય થયા હતા અને ચીન પર સતત નજર રાખી રહ્યા હતા. ચીનની દગાબાજી ને કારણે તેના પર સહેલાઇથી ભરોસો કરી શકાય એવું રહ્યું નથી.

લદ્દાખની આસપાસ બંને દેશોનાં લશ્કરી અધિકારીઓ વચ્ચે એવી ચર્ચા થઇ હતી કે હવે સરહદ પર લશ્કરી કુમક વધારવી નહીં. પરંતુ ચીન વાટાઘાટ કર્યા પછી તરત ફરી જાય છે અને વધુ કુમક મોકલ્યા કરે છે. બંને દેશો વચ્ચે હજુય વાટાઘાટો ચાલુ હતી. 

આ પણ જુઓ : DRDO દ્વારા લેસર ગાઈડેડ એન્ટી ટેન્ક મિસાઈલનુ સફળ પરિક્ષણ

લદ્દાખ પાસે ચુમારના હેન્લી હૉલ વિસ્તારમાં ભારતીય હવાઇ દળે પોતાના વિમાનો ગોઠવી દીધા હતા. શિયાળો બેસવાની તૈયારી છે ત્યારે લાંબા સમયની સતર્કતા માટે ભારતીય હવાઇ દળે તરત પગલા્ લીધાં હતાં.

આ પણ જુઓ : સુરત ONGCમાં ગેસ પાઈપલાઈન લીકેજ થતા મોટો બ્લાસ્ટ

ભારતીય લશ્કરના પ્રવક્તાએ કહ્યું હતું કે ચીન પર ભરોસો રાખી શકાય એમ નથી જેથી આપણે સતત સજાગ રહેવું પડશે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024