bike

  • માર્ગ વાહન તેમજ રાજમાર્ગ મંત્રાલય સુરક્ષાને ધ્યાનમાં રાખીને થોડા સમયથી કેટલાક નિયમોમાં ફેરફાર કરી રહી છે.
  • જો કે, કેટલાક નિયમોમાં ફેરફાર કરાયા છે તો કેટલાક નિયમો નવા લાદવામાં આવ્યા છે.
  • રાજમાર્ગ મંત્રાલયે નવી ગાઈડલાઇન બહાર પાડી છે.
  • મુસાફરી કરતી વખતે વાહન ચલાવતી વખતે આ નિયમોનું પાલન કરવાનું રહેશે.
  • મંત્રાલયની ગાઇડલાઇન અનુસાર બાઇક (bike) ની બંને બાજુ અને ડ્રાઇવરની સીટની પાછળ હેન્ડ હોલ્ડ હશે. આનો ઉદ્દેશ્ય પાછળ બેસનારની સેફ્ટીનો છે.
  • અત્યારસુધી બાઇકમાં આવી કોઇ સુવિધા મળતી ન હતી, આની સાથે બાઇકમાં બેસનાર માટે બંને બાજુ પગ રાખવાનું સ્ટેન્ડ હશે.
  • બાઈક (bike) નું પાછળનો ભાગ અડધો કવર કરવામાં આવશે જેનાથી પાછળ પેસનારના કપડા પાછળના ટાયરમાં ન ફસાય.
  • સરકારે આ પહેલા ટાયરને લઇને ગાઇડલાઇન બહાર પાડી હતી.
  • જેમાં ઓછામાં ઓછુ 3.5 ટન વજન સુધી વાહનો માટે ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમનો પ્રસ્તાવ આપ્યો હતો.
  • આ સિસ્ટમમાં સેન્સરથી ડ્રાઇવરને જાણકારી મળી જાય કે ટાયરમાં હવા કેટલી છે.
  • આનાથી એકસ્ટ્રા ટાયર લગાવવાની જરૂર રહેશે નહી.
  • મંત્રાલયે બાઇક (bike) માં સામાન્ય કંટેનર લગાવવાના નિર્દેશ આપ્યા છે.
  • આ કંટેનરની લંબાઈ 550 મિમી, પહોળાઇ 510 મિમી અને ઉંચાઇ 500 મિમીથી વધારે ન હોય તે જોવાનું કહ્યુ છે.
  • જો કંટેનરને પાછળના સ્થાને લગાવવામાં આવે તો ફક્ત ડ્રાઇવરને જ મંજૂરી મળશે. મતલબ કોઇ બીજુ બેસી શકશે નહી.
  • સરકાર સમયાંતરે આ નિયમોમાં ફેરફાર કરતુ રહે છે.
  • દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
  • PTN News App – Download Now
  • Website :- Gujarati – Hindi – English
  • Facebook :- Like
  • Twitter :- Follow
  • YouTube :- Subscribe
  • Sharechat :- Follow

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024