શાહિદ કપૂર અને મીરા રાજપૂતનો દીકરો ઝૈન ત્રણ વર્ષનો થઈ ગયો છે. રવિવારે ઝૈનનો બર્થ ડે હતો અને મમ્મીએ છેલ્લા બે વર્ષની જેમ ખાસ તૈયારી કરી હતી. મીરા રાજપૂતે ‘સુપરહીરો થીમ’ પર ડેકોરેશન કર્યું હતું અને તેની ઝલક ફેન્સ સાથે સોશિયલ મીડિયા પર શેર કરી છે.
મીરા રાજપૂતે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર વધુ પોસ્ટ શેર કરી હતી, જેમાં ઝૈનની બર્થ ડે ગિફ્ટ કેવી રીતે તૈયાર કરવામાં આવી હતી તેની ઝલક હતી. વીડિયોમાં તે ઝૈનનું મનપસંદ જેસીબીના પાર્ટ્સ જોડતી જોવા મળી હતી. આ સાથે તેણે લખ્યું હતું ‘મોમ ધ બિલ્ડર. મારા વ્હાલા દીકરા ઝૈનને જન્મદિવસની શુભેચ્છા. જેસીબી અને બાંધકામ પ્રત્યેના તારા જુસ્સાએ દિવસને ચમકાવી દીધો. તું તારા સિમેન્ટના મિશ્રણ અને રોડ રોલરની સાથે બેસી શકે છે અને હું ખુશી-ખુશી તારા માટે ફરીથી જેસીબીને બનાવવામાં બે કલાક પસાર કરીશ.
તારી કલ્પનાશક્તિનું બાંધકામ કરજે અને પ્રેમ કરજે જે રીતે તું હંમેશા કરે છે. જ્યાં સુધી તું 20નો નહીં થાય ત્યાં સુધી તારા પાસેથી પેટ્રોલ કિસ લેતી રહીશ. ભગવાન તને આશીર્વાદ આપે મારા દીકરા. મારું દિલ તારી પાસે છે’.
‘આ જેસીબી ચાર ઈન્સ્ટ્રક્શન મેન્યુઅલ, સ્ક્રૂના ચાર અલગ સેટ અને ખરાબ તસવીર સાથે આવ્યું હતું. પરંતુ બાળક તરીકે મિકેનિક્સ સાથે અમને રમવા દેવા માટે પિતાનો આભાર. મને જેસીબી ભેગુ કરવાની મજા આવી’.