- 24મી તારીખે એટલે કે સોમવારે અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવવાનાં છે. ત્યારે તેમને ભવ્ય રીતે આવકારવા માટે તડામાર તૈયારીઓની સાથે સઘન સુરક્ષાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અને પત્ની મેલેનિયાને નરેન્દ્ર મોદી આવકારશે. અમદાવાદનાં એરપોર્ટની સુરક્ષા મુદ્દે આજે સવારથી હાઈલેવલની બેઠક મળી હતી.આવતીકાલે તમામ સુરક્ષા એજન્સીઓના વડા, યુએસ એમ્બેસીના અધિકારીઓ, ઇન્ડિયન એમ્બેસીના અધિકારીઓ, યુએસ સિક્રેટ સર્વિસના એજન્ટો અને અધિકારીઓ, એરપોર્ટની સુરક્ષાની જવાબદારી સંભાળી રહેલી CISFનાં ગુજરાતના વડા, ભારતીય વિદેશ મંત્રાલયના ટોચના અધિકારી, પ્રોટોકોલ સ્ટાફ ઉપરાંત એરપોર્ટની સુરક્ષાની જવાબદારી જેમને સોપવામાં આવી છે તે ગુજરાત પોલીસના ડીઆઇજી વચ્ચે બેઠક થઇ હતી.
- ટ્ર્મ્પ અને તેમના પત્ની મેલાનિયા આવવાના છે ત્યારે તેમની બિસ્ટ કાર તેમના એરફોર્સ-વનમાં જ સાથે જ આવવાની છે. બંનેનું સ્વાગત કરવા માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર જ કાફલા વગર એરપોર્ટ પર જશે. પછી બંને કાર ગુજસેલનાં VVIP ગેટની બહાર નિકળશે. ટ્રમ્પની કારની આગળ અને પાછળ સુરક્ષા અધિકારીઓની કારના કાફલો અને PMની સુરક્ષા ગાડીઓનો કાફલો જોડાશે.વધુ એક યુએસ એરફોર્સનું વિશાળ હરક્યુલસ પ્લેન ગઇકાલે બપોરે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યુ હતુ. પ્રેસિડેન્ટ ટ્રમ્પ માટે એક મરીન વન હેલિકોપ્ટર હશે જયારે અન્ય બે હેલિકોપ્ટર સુરક્ષા માટે હશે જેમાં સિક્રેટ સર્વિસ એજન્ટો હશે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News