દિલ્હીમાં ઠગાઈના અલગ અલગ કેસ સામે આવી રહ્યા છે. દિલ્હીમાં આવેલ તિલકનગરમાં 88 લોકો સાથે રૂ. 19 લાખની છેતરપિંડી થયા બાદ આવા વધુ કિસ્સામ સામે આવી રહ્યા છે.

પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પોલીસે હજુ સુધી કોઈની ધરપકડ કરી નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પ્રકારના અન્ય કેસ પણ સામે આવી શકે છે. પોલીસ તેમજ બેંકોએ આ મામલે લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે.

આ મામલે દિલ્હી પોલીસે જણાવ્યું કે રેનૂ નામની મહિલા પરિવાર સાથે શેર સિંહ એન્કલેવ કરાલામાં રહે છે. તેણી સુલ્તાનપુરી સ્થિત સરકારી સીનિયર સેકન્ડરી ગર્લ્સ સ્કૂલમાં ગેસ્ટ શિક્ષિકા છે.

રેનૂના જણાવ્યા પ્રમાણે સાતમી મેના રોજ તેણીના ખાતામાં એપ્રિલ મહિનાનો પગાર જમા થયો હતો. તેણીનું બેંક ખાતું યૂનિયન બેંક મંગોલપુર ખુર્દ બ્રાંચમાં છે. તેણી નવમી મેના રોજ બેંકમાં સેલેરી લેવા માટે ગઈ હતી.

ત્યાં પહોચતા બેંક અધિકારીએ જણાવ્યું કે તેણીના જમા રાશીમાં બેલેન્સ નથી. રેનૂએ સ્કૂલના તંત્રને ફોન કર્યો. તંત્રએ કહ્યું કે પગાર જમા થઈ ગયો છે. જ્યારે રેનૂએ બેંક એકાઉન્ટનું સ્ટેટમેન્ટ તપાસ્યું તો માલુમ પડ્યું કે બે વખત 10-10 હજાર અને એક વખત ત્રણ હજાર ઉપાડવામાં આવ્યા હતા.

આ રીતે તેણીના ખાતામાં કુલ રૂ. 23 હજાર ઉપાડી લેવામાં આવ્યા હતા. આ અંગે બેંક તરફથી કોઈ સંતોષકારણ જવાબ મળ્યો ન હતો, એટલું જ નહીં શંકાસ્પદ વ્યક્તિ અંગે પણ કોઈ માહિતી મળી શકી ન હતી. આ મામલે રેનૂએ ફરિયાદ દાખલ કરી હતી.

આવીજ એક બીજી ઘટના દિલ્હીના તિમારપુર સામે આવી છે. તિમારપુર રહેતા ભગવાનદાસ મિનિસ્ટ્રી ઓફ હેલ્થમાંથી નિવૃત્ત થયા છે.

ભગવાનદાસનું પીએનબી બેંકમાં ખાતું છે. આઠમી એપ્રિલના રોજ તેઓ તિમારપુર સ્થિત પીએનબી બેંકના એટીએમમાં ગયા હતા. તેમણે રૂ. 15 હજાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદમાં સ્ક્રિન પર એક મેસેજ આવ્યો કે રકમ ખોટી છે.

ત્યારબાદ ત્રણ વખત રૂ. 10-10 હજાર કાઢવાનો પ્રયાસ કરાયો હતો. પૈસા ન નીકળતા ભગવાનદાસ ઘરે ગયા હતા. ઘર પહોંચતા તેમના મોબાઇલમાં મેસેજ આવ્યો કે તેમના ખાતામાંથી રૂ. 45 હજાર ઉપડી ગયા છે.

ભગવાનદાસે આ અંગેની બેંકના કસ્ટમર કેસમાં ફરિયાદ કરી હતી. બેંકે તેમની ફરિયાદ લીધી પરંતુ બે દિવસ બાદ તેમનો ક્લેઇમ રદ કરી નાખ્યો હતો. આ અંગે ભગવાનદાસે પોલીસ ફરિયાદ આપી છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN News લાઈક કરો.