Monsoon forecast
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, દક્ષિણ, મધ્ય ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રમાં પાંચ દિવસ સુધી વરસાદ વરસી શકે છે. જો કે, અત્યારસુધીમાં સિઝનનો કુલ 121 ટકા વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં એક સપ્તાહનાં વિરામ બાદ આજથી પાંચ દિવસ માટે ફરી વરસાદની આગાહી (Monsoon forecast) છે.
10 અને 11 સપ્ટેમ્બરના રોજ હવામાન વિભાગની આગાહી પ્રમાણે, વીજળીના ચમકારા સાથે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. તથા દાહોદ, ભરૂચ, છોટા ઉદેપુર, ડાંગ, નર્મદા, સુરત, તાપી, વલસાડ, દમણ દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, બોટાદમાં વરસાદની આગાહી (Monsoon forecast) કરવામાં આવી છે.
તો 12મી સપ્ટેમ્બરના રોજ ગાજવીજ સાથે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં વરસાદની આગાહી (Monsoon forecast) કરી છે. તથા આ વરસાદી માહોલ પાંચ દિવસ માટે રહેશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.
હવામાન વિભાગ દ્વારા મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 121 ટકા વરસાદ નોંધાયો છે અને હજુ પણ ચોમાસાની સિઝનના 20 દિવસ બાકી છે. આગાહી મુજબ ફરી એક વખત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થશે. જો કે હજુ પણ ખેતરોમાં વરસાદી પાણી ભરાયા છે. વરસાદી પાણી સુકાયા નથી ત્યાં ફરી વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગઇકાલે અમદાવાદ જિલ્લા, ડાંગ, સાપુતાર, આહવા, કડી જેવા વિસ્તારોમાં વરસાદી ઝારટા પડ્યા હતા. તો આ સાથે ઉપરવાસમાં વરસાદને કારણે સાબરકાંઠામાં આવેલી હાથીમતી નદી બે કાંઠે વહી રહી છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.