Broom
પૌરાણિક ગ્રંથોમા કહેવામાં આવ્યું છે કે, અંધારૂ થયા બાદ ઘરમાં ઝાડૂં (broom) મારવું અશુભ માનવામાં આવે છે. તેમજ જ્યારે પરિવારનો કોઇ સભ્ય ઘરની બહાર જાય ત્યારે ઝાડૂં મારવું અશુભ માનવામાં આવે છે. સભ્ય ઘરની બહાર ગયા પછી 1 કે 2 કલાક બાદ જ સફાઇ કરવી જોઇએ.
આ ઉપરાંત સાવરણી (broom) પર પગ ન મૂક્વો જોઇએ. માનવામાં આવે છે કે, આવું કરવાથી લક્ષ્મી મા નારાજ થાય છે. અને સાવરણીનો આદર કરવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે.
- આ પણ વાંચો : EPFO ની બેઠકમાં વ્યાજદરને લઈને લેવાયો આ મોટો નિર્ણય…
સાવરણીને ઉંધી મુકવાથી ઘરમાં ક્લેષ થાય છે. સાવરણીને ઘરની બહાર અથવા છત પર ના રાખવી. તેમજ આવું કરવાથી ઘરમાં ચોરી થવાનો ડર ઉત્પન્ન થાય છે.
તેમજ નવું ઘર બનાવ્યા બાદ તેમા જૂની સાવરણીને લઇ જવી અશુભ માનવામાં આવે છે. જો સપનામાં કોઇ નવી સાવરણી લઇને દેખાય તો તે સૌભાગ્યનું પ્રતિક છે.
ઉપરાંત સાવરણી (broom) ને હંમેશા ઘરમાં એવા સ્થાન પર રાખવી જોઇએ જ્યાથી તે ઘરમાં અથવા ઘર બહારના કોઇ વ્યક્તિને દેખાય નહી.
ઘરમાં જો કોઇ નાનું બાળક અચાનક ઝાડું મારવા લાગે તો કહેવામાં આવે છે કે, ઘરમાં મહેમાન આવવાના યોગ બને છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.