monsoon
- રાજ્યમાં Monsoonની ધમાકેદાર એન્ટ્રી થઇ ગઈ છે.
- અમદાવાદમાં પણ મેઘરાજાનું આગમન જોરદાર રહ્યું છે.
- હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં (Monsoon) ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે.
- તો રાજ્યમાં શનિવારે મોડી રાતથી જ ઠેરઠેર વરસાદ વરસી રહ્યો છે
- ત્યારે અમદાવાદ શહેરમાં પરોઢીયે ચાર વાગ્યાથી તોફાની પવન સાથે ભારે વરસાદે ધમાકેદાર એન્ટ્રી લીધી હતી.
- અમદાવાદ શહેરમાં વહેલી સવારે 4 વાગ્યાથી આશરે 4 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો
- અમદાવાદ શહેરના અખબાર નગરમાં વહેલી સવારે ભારે પવન સાથે ખાબકેલા વરસાદમાં હોર્ડિંગ બિલ્ડીંગ પર પડતા જ બિલ્ડીંગને નુકશાન થયું હતું.
- હાટકેશ્વર, મણિનગર ગોરનો કુવો, સીટીએમ, રામોલ, જામફળવાડી કેનાલ, જશોદાનગર, નેશનલ હાઈવે પરની આસપાસની અનેક સોસાયટીઓમા વરસાદી પાણી ફરી વળ્યા છે.
- ખોખરા ગુજરાત હાઉસીગ બોર્ડમાં લોકોના ઘરોના ઓટલાઓ સુધી પાણી ભરાયા હતા.
- મણિનગર જવાહરચોકથી ભૈરવનાથ, વટવા જીઆઈડીસી જવાના રોડ પર પુનિતનગર રેલવે ફાટક પાસે નીચાણવાળા રોડ પાણીમાં ગરકાવ થઈ ગયા છે.
- હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે
- અમદાવાદ શહેરમાં વરસેલા વરસાદના પગલે સાબરમતી નદીમાં આવેલા વાસણા બેરેજના 2 દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા હતા.
- અમદાવાદની સાબરમતી નદીમાં 3 હજાર ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું હતું. વાસણા બેરેજનું લેવલ 132.50 ફૂટ કરવામાં આવ્યું હતું.
- અમદાવાદ શહેરમાં સવારે 4 થી 5 વાગ્યા સુધીમાં એક કલાકમાં જ બે ઇંચ વરસાદ વરસ્યો હતો જેના કારણે વાસણા બેરેજના બે દરવાજા ખોલવામાં આવ્યા હતા.
- તેમજ અમદાવાદ શહેરના પૂર્વઝોનમાં 38 MM, પશ્વિમ ઝોનમાં 45 MM. ઉત્તર પશ્વિમ ઝોનમાં 42 MM , મધ્યઝોનમાં 55 MM, ઉત્તર ઝોનમાં 62 MM, દક્ષિણ ઝોનમાં 41 MM. વરસાદ પડ્યો હતો.
- શહેરના બાકી વિસ્તાર પડેલ વરસાદની નોંધ નીચે પ્રમાણે છે.
વિસ્તાર | વરસાદ |
ચકુડિયામાં 48, | 48 MM |
ઓઢવમાં 43, | 43 MM |
વિરાટનગરમાં 21 | 21 MM |
ઉસ્માનપુરામાં 59 | 59 MM |
પાલડીમાં 49, | 49 MM |
ચાંદખેડામાં 21, | 21 MM |
રાણીપમાં 47, | 47 MM |
બોડકદેવમાં 40, | 40 MM |
ગોતામાં 29, | 29 MM |
સરખેજમાં 42, | 42 MM |
દાણાપીઠમાં 43 | 43 MM |
દૂધેશ્વરમાં 66, | 66 MM |
મેમ્કોમાં 66, | 66 MM |
નરોડામાં 63, | 63 MM |
કોતરપુરમાં 56, | 56 MM |
મણિગરમાં 38, | 38 MM |
વટવામાં 44 | 44 MM |
- દેશ અને દુનિયાના દરેક સમાચાર ગુજરાતીમાં મેળવવા આજેજ અમને Follow કરો.
- Website :- Gujarati – Hindi – English
- Facebook :- Like
- Twitter :- Follow
- YouTube :- Subscribe
- Helo :- Follow
- Sharechat :- Follow
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News