મોરબીમાં સર્કિટ હાઉસ પાછળથી મળી આવેલો મૃતદેહ મૂળ મધ્ય પ્રદેશની યુવતીનો હોવાનું જાણવા છે. મળતી માહિતી અનુસાર યુવતી મોરબીના વીસીપરા વિસ્તારમાં પોતાના પિતા સાથે રહેતી હતી. આ મામલે મૃતક કેપાબેન મુણીયાના પિતાએ રવિ દલવાડી નામના યુવક સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ પ્રમાણે રવિ દલવાડીએ કડીયા કામે લઈ જઈને યુવતી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે બાદમાં ગળેટૂંપો દઈને તેણીની હત્યા કરી નાખી હતી. બાદમાં મૃતદેહને સળગાવી નાખ્યા હતો.

આ અગાઉ પણ મોરબીમાં સોમવારે સામાન્ય તકરારમાં યુવકની છરીના ઘા ઝીંકીને હત્યા કરી નાખવામાં આવી હતી. આ ઘટનાની સાહી હજી સુકાઈ નથી ત્યાં એક પરપ્રાંયિત યુવતી પર દુષ્કર્મ આચરીને તેની હત્યા કરી નાખવાનો બનાવ સામે આવ્યો છે. એક પછી એક હત્યાના બનાવ બાદ શહેરમાં ભયનો માહોલ સર્જાયો છે.

મળતી માહિતી અનુસાર મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલા વિજયનગર ટાવર વાળી શેરીમાં રહેતા અને મૂળ મધ્યપ્રદેશના મેશભાઈ તાજસીંગે મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેમની દીકરી કેપાબેન મુણીયા (ઉ.વ. 25)ને આરોપી રવિભાઈ દલવાડી કડિયા કામ માટે લઈ ગયો હતો. જ્યાં દીકરી સાથે દુષ્કર્મ આચર્યા બાદ કપડાંથી તેણીને ગળેટૂંપો આપી દીધો હતો.

આરોપીએ લાશની ઓળખ ન થાય તે માટે તેને સળગાવી દીધી હતી. યુવતીનો સળગી ગયેલી હાલમાં મૃતદેહ મોરબીના સક્રિટ હાઉસના પાછળના ભાગમાંથી રહેણાંક વિસ્તારમાંથી મળી આવ્યો હતો. આ મામલે મોરબી બી ડિવિઝન પોલીસે ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી છે. યુવતીની ઓળખ થયા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરવા માટે પ્રયાસો શરૂ કર્યા છે.

તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો.