Social Media Post Likes

સોશિયલ મીડિયા પોસ્ટ્સ પર લાઇક્સ અને કમેન્ટ્સ માત્ર ડિજિટલ જગતમાં વાદ-વિવાદ અને દુશ્મનાવટ નહીં પરંતુ વાસ્તવિક જીવનમાં લોકોને એકબીજા વિરુદ્ધ કરી શકે છે. ત્યારે વડોદરા શહેરના અટલાદરા વિસ્તારમાં પતિની સોશિયલ મીડિયા પોસ્ટ્સ પર યુવતીઓના રિએક્શનથી પત્નીને ઈર્ષ્યા થવાથી દંપતી વચ્ચે મામલો બિચક્યો હતો અને ઝઘડો થતાં પોલીસ બોલાવી પડી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર દંપતી પાસે તેમની પર્સનલ સોશિયલ મીડિયા પ્રોફાઇલ હતી અને તે રેગ્યુલર પોસ્ટ કરતા હતા.

પતિની પોસ્ટ પર યુવતીઓના વધુ લાઈક્સથી પત્ની ભડકી

લાંબા સમયથી મહિલા નોટિસ કરી રહી હતી કે, તેના પતિએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કંઈક મૂકે તેની મિનિટોમાં યુવતીઓ તેની પોસ્ટને ‘લાઇક’ કરતી હતી. આ દરમિયાન મહિલાએ ઈર્ષ્યામાં તેની ધીરજ ગુમાવી દીધી અને પતિનો ફોન છીનવી લીધો. પત્નીના આ પગલાથી પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. દરમિયાન ઉશ્કેરાયેલા પતિએ હિંસાનો આશરો લઈને પત્નીને માર મારતા પરિસ્થિતિ વધુ વણસી હતી.

પતિએ માર મારતા પત્નીએ અભયમને ફોન કરીને મદદ માંગી

હિસાં બાદ પત્નીએ મહિલા અભયમ હેલ્પલાઇન પર ફોન કર્યો હતો અને મદદ માગી હતી કારણ કે તેનો પતિ તેને મારતો હતો. બનાવની જાણ થતાં હેલ્પલાઇન કાઉન્સેલરો તેમના ઘરે પહોંચ્યા હતા ત્યારે તેમને સમગ્ર પરિસ્થિતિ વિશે વધુ માહિતી મળી હતી.

અભયમે કાઉન્સેલિંગ કરીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો

અભયમ ટીમના એક કાઉન્સેલરે કહ્યું કે, ‘સૌપ્રથમ, અમે મહિલાના પતિને ચેતવણી આપી હતી કે તે તેની પત્નીને ફરીથી મારશે નહીં, નહીંતર તેણે કાયદાનો સામનો કરવો પડશે. અને અમે મહિલાને કહ્યું કે તે સોશિયલ મીડિયા પર જે નોટિસ કરે છે તેનું ખોટું અર્થઘટન ન કરો. મહિલાએ એમ પણ કહ્યું કે જો તેણીને તેના પતિની સોશિયલ મીડિયા પોસ્ટ્સ પર અન્ય મહિલાઓની પ્રતિક્રિયાઓ પર શંકા છે, તો તેણે તેના પતિ સાથે ખુલ્લેઆમ વાત કરવી જોઈએ અને તમામ શંકાઓને દૂર કરવી જોઈએ.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024