સાબરકાંઠાના હિંમતનગરમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તહેનાત લોક રક્ષક દળ (LRD)કોન્સ્ટેબલની અરવલ્લી જિલ્લાની ભિલોડા પોલીસે બૂટલેગિંગના આરોપમાં ધરપકડ કરી હતી.
પોલીસે એલઆરડી કોન્સ્ટેબલ અતુલ પટેલની ધરપકડ કરી હતી જ્યારે તેનો સાથી, લિસ્ટેડ બુટલેગર મયુર ડામોર તેના મલ્ટી-યુટિલિટી વ્હીકલને (MUV) મૂકીને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.
ભિલોડા પોલીસના જણાવ્યા પ્રમાણે, અતુલ પટેલ તેના સાથી મયુર ડામોર સાથે મળીને બુટલેગિંગનો ધંધો કરતો હતો. ‘તેઓ જ્યારે એમયુવીમાં દારૂની હેરાફેરી કરી રહ્યા હતા ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી. બુટલેગર સાથે પોલીસ કોન્સ્ટેબલને જોવો તે એક આશ્ચર્યજનક હતું’, તેમ ભિલોડા પોલીસ ઈન્સપેક્ટર મનિષ વસાવાએ જણાવ્યું હતું.
મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરતા પોલીસે ધનસુર ગામ નજીક રોડ કોર્ડન કરી લીધો હતો અને પસાર થતાં દરેક વાહનોની તપાસ કરવામાં આવી રહી છે. આ સમયે અતુલ પટેલ અને મયુર ડામોર એમયુવીમાં આવ્યા હતા. તપાસ કરતા પોલીસને 46 હજાર રૂપિયાની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ (IMFL) મળી આવ્યો હતો. પોલીસે અતુલ પટેલને ઝડપી પાડ્યો હતો જ્યારે મયુર ડામોર કે જે કાર ચલાવી રહ્યો હતો તે ભાગી જવામાં સફળ રહ્યો હતો.
અતુલ પટેલ, મયુર ડામોર અને સાબરકાંઠાના વિજયનગર તાલુકાના અન્ય એક બુટલેગર જુલો કતારિયા સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.
- મામેરૂં: ભગવાન શ્રી જગન્નાથજી અને ભાઈ બલભદ્ર નાં સાનિધ્યમાં બહેન સુભદ્રાજીનું ડાયમંડનાં અલંકાર સાથે ભવ્ય મામેરૂં ભરવામાં આવ્યું
- દાહોદ: જિલ્લા પોલીસ દ્વારા રથયાત્રાને લઇ ફુટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું
- પાટણ: ભારે વાહન પસાર કરવા પાણીનો પ્રવાહ અટકાવ્યો; ખેડૂતો પાણી માટે તરસ્યા
- પાટણ: રાધનપુર પાલિકામાં સ્થાનિકોએ કર્યો હલ્લાબોલ, નગરપાલિકાની કચેરી ખાતે નાખ્યો કચરો
- પાટણમાં ૧૦ સ્વસહાય જૂથોને રૂ. ૧૩ લાખના કેશ ક્રેડીટ લોનના ચેકનું વિતરણ