સામગ્રી :-
ચાર કલાક સુધી મગની દાળને પાણીમાં પલાડીને રાખો, 3 મોટા ચમચા દેશી ઘી, 2 મોટો ચમચો-સોજી, 2 મોટી ચમચી-ચણાનો લોટ
- 1 કપ-પાણી
- 1 કપ- ખાંડ
- ચપટી કેસર
- 1 નાની ચમચી એલચી પાવડર
પધ્ધતિ :-
- સપ્રથમ મગની દાળને પાણીમાંથી કાઢીને તેને ક્રશ કરીને પેસ્ટ બનાવી લો.
- હવે એક કઢાઈમાં ઘી નાખીને તેમાં સોજી અને બેસન નાખીને તે ભૂરો થાય ત્યાં સુધી શેકવા દો.
- હવે તેમાં ક્રશ કરેલી મગની દાળ નાખો અને સતત હલાવતા રહો.
- ત્યાં સુધી શેકો જ્યાં સુધી તે ભૂરૂ ન થઈ જાય.
પ્રથમ ચાસણી બનાવવા માટે એક વાસણમાં પાણીમાં ખાંડ નાખો અને તેને ઉકાળો. ત્યાર બાદ તેમાં કેસર અને એલચી પાવડર નાખો અને તેને ઉકળવા દો.
હવે પછી ચાસણીને સાવધાનીથી મગની દાળમાં ભેળવી દો અને તેને ત્યાં સુધી ચઢવા દો જ્યાં સુધી મિશ્રણ બરાબર રીતે તૈયાર ન થાય.
જ્યારે સારી રીતે મિશ્રણ તૈયાર થઈ જાય તો તેમાં તમારી પસંદ પ્રમાણે ડ્રાય ફ્રૂટ્સ મિક્સ કરો અને તેને બરાબર ચઢવા દો. તો તૈયાર છે ગરમાગરમ મગની દાળનો હલવો.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News