Narendra Modi

Narendra Modi

Narendra Modi એ આજે પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. Narendra Modi એ સૌથી વધારે સમય સુધી બિન કોંગ્રેસી વડાપ્રધાન બનવાનો રેકોર્ડ બનાવ્યો છે. વાજપેયીએ પોતાના તમામ કાર્યકાળ મળીને 2268 દિવસ સુધી દેશના વડાપ્રધાન પદે રહ્યાં હતાં.

પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી અત્યાર સુધીમાં સૌથી વધારે સમય સુધી સત્તામાં રહેનારા બિન-કોંગ્રેસી વડાપ્રધાન હતાં. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) એ તેમને પાછળ છોડી દીધા છે.

2014ની લોકસભાની ચૂંટણીમાં PM Modi ની આગેવાનીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી હતી. તેમણે 26મે 2014ના રોજ વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કર્યા હતાં. ત્યાર બાદ 2019ની લોકસભાની ચૂંટણીમાં ફરી ભાજપે જીત હાંસલ કરીને મોદી ફરી દેશના વડાપ્રધાન બન્યા.

જણાવાનું કે, અટલ બિહારી વાજપેયી 3 વાર ભારતના વડાપ્રધાન રહ્યાં. પહેલીવાર તેઓ 1996માં વડાપ્રધાન બન્યાં પણ બહુમત સાબિત ના કરી શક્યા. ત્યાર બાદ તેઓ ફરી 1998માં વડાપ્રધાન બન્યા. તે દરમિયાન તેઓ 13 મહિના માટે વડાપ્રધાન રહ્યાં. જ્યારે 1999માં તેઓ ત્રીજી વાર વડાપ્રધાન બન્યા અને 2004માં પોતાનો કાર્યકાળ પુરો કર્યો. આ રીતે ભારત આઝાદ થયું ત્યારથી 2004 સુધીમાં અટલ બિહારી વાજપેયી જે એવા બિન-કોંગ્રેસી વડાપ્રધાન હતાં જેમણે પોતાનો 5 વર્ષનો કાર્યકાળ પુરો કર્યો હતો. 

સૌથી લાંબા સમય સુધી દેશના વડાપ્રધાન પદે રહેનારા નેતાની વાત કરવામાં આવે તો દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરૂના નામે છે. તેઓ 16 વર્ષ અને 286 દિવસ સુધી દેશના વડાપ્રધાન રહ્યાં. બીજા નંબરે નેહરૂની દિકરી ઈંદિરા ગાંધી છે જે 15 વર્ષ 350 દિવસ સુધી દેશના વડાપ્રધાન રહ્યાં.

 

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.