Narol

નારોલ (Narol) ના સમૃદ્ધિ રેસીડેન્સીમાં રહેતી એક મહિલા સોસાયટીમાં પોતાનું વાહન પાર્ક કરી રહી હતી. આ દરમિયાન સોસાયટીમાં રહેતા લોકો સાથે થોડી માથાકૂટ થઈ હતી. બીજાના ઝઘડામાં વચ્ચે પડીને સમાધાન કરાવવું ભારે પડ્યું હતું.

સમૃદ્ધિ રેસીડેન્સીમાં રહેતા અર્પિત પારેખ અને સતીષ સુથાર મહિલા પાસે આવ્યા હતા. અને મહિલા સાથે બીભત્સ ગાળો બોલીને ઝઘડો કરવા લાગ્યાં હતાં. મહિલાએ ગાળો બોલવાની ના પાડતા બન્ને ઉશ્કેરાઈને મહિલા સાથે શારીરિક અડપલાં કરવા લાગ્યા હતાં. તેમજ મહિલાનાં કપડા ખેંચી તેની લાજ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો.

પતિને આ ઘટનાની જાણ થતાં પતિ વચ્ચે પડ્યા હતો. ત્યારે ત્રણ શખસે ભેગા મળીને પતિને ગડદાપાટુનો મારીને ગળામાં પહેરેલ રૂ. 80 હજારની બે તોલાની ચેન તોડીને નુકસાન કર્યું હતું. આ ઘટનાથી આસપાસના રહીશો ભેગા થઈ જતાં આ બે શખસ પતિ અને પત્નીને મારી નાખવાની ધમકી આપીને નાસી ગયા હતા.

આ સમગ્ર મામલે મહિલાએ નારોલ (Narol) પોલીસ સ્ટેશનમાં અર્પિત અને સતીષ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બન્ને યુવક વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024