Nature
તમારી રાશિની તમારા વર્તન અને સ્વભાવ (Nature) પર અસર થાય છે. રાશિ અનુસાર દરેકમાં કોઇને કોઇ ખુબીઓ હોય છે. આજે આપણે બારેય રાશિના સ્વભાવની ખુબીઓ અંગે વાત કરીશુ.
દરેક વ્યક્તિનો સ્વભાવ (Nature) એક બીજાથી અલગ હોય છે. કેટલાક લોકો મિલનસાર, હસમુખ અને પ્રેમાળ પ્રકૃત્તિના હોય છે, તો કેટલાક લોકો સ્વભાવ (Nature) થી એટલા વિચિત્ર હોય કે તેમની સાથે વાત કરવાની મજા ન આવે.
મેષ રાશિ
રાશિ ચક્રની આ પહેલી રાશિ છે. આ રાશિનો સ્વામી મંગળ છે. આથી આ રાશિના જાતકો ખુબજ નિડર હોય છે. દરેક કામમાં જોખમ ઉઠાવતા જરા પણ ડરતા નથી. પોતાની મરજી મુજબ જીવન જીવવાનું પસંદ કરે છે.
વૃષભ રાશિ
આ રાશિના જાતકો ખુબજ મજબુત હોય છે. મહેનત કરતા જરા પણ પાછા પડતા નથી. તેનું વ્યક્તિત્વ ખુબજ શાનદાર હોય છે. તેમની ફેશન સેન્સ જોરદાર હોય છે.
મિથુન રાશિ
મિથુન રાશિનો સ્વામી બુધ છે, તેના પ્રભાવને કારણે આ લોકો બુદ્ધિશાળી હોય છે. તેમની વિશેષતા બુદ્ધિ અને વર્તન છે. આને કારણે, તેઓ લોકોમાં પોતાનું એક વિશેષ સ્થાન બનાવે છે. તેઓ માત્ર આકર્ષક જ નથી, પરંતુ તેમનું વર્તન પણ મૈત્રીપૂર્ણ હોય છે.
કર્ક રાશિ
આ લોકો ખૂબ જ ભાવનાશીલ અને સંવેદનશીલ હોય છે. તેમની વિશેષતા એ છે કે તેઓ કોઈને છેતરતા નથી. તેમજ આ રાશિનો સ્વામી ગ્રહ ચંદ્ર છે. આને કારણે, કર્ક રાશિનો સ્વભાવ ખૂબ જ રમતિયાળ છે.
સિંહ રાશિ
સૂર્યની રાશિ હોવાથી આ રાશિના જાતકો ખુબજ તેજસ્વી હોય છે. આ રાશિના લોકો રાજાની જેમ વર્તે છે, અને એક અલગ ઓળખ બનાવે છે. તથા લોકોનો વિશ્વાસ ખૂબ જ ઝડપથી મેળવવો એ તેમની વિશેષતા છે.
કન્યા રાશિ
આ રાશિના લોકોની વિશેષતા છે કે તેઓ કોઈ પણ ક્ષેત્રમાં કાર્ય કરવામાં ડરતા નથી. બુધ આ રાશિનો સ્વામી છે. આ રાશિના લોકો સારા અને ખરાબને ઓળખવાનો ક્ષમતા ધરાવે છે.
તુલા રાશિ
શુક્ર આ રાશિનો સ્વામી છે. જ્યોતિષ શાસ્ત્રમાં આ ગ્રહને ભૌતિક સુખનું પરિબળ માનવામાં આવે છે. તેથી આ લોકો શારીરિક અને આકર્ષક દેખાતી ચીજોથી વધુ જોડાયેલા છે. આ રાશિના લોકો ખૂબ પ્રામાણિક છે.
વૃશ્ચિક રાશિ
મંગળ વૃશ્ચિક રાશિનો સ્વામી છે. નિ: સ્વાર્થ રીતે મદદ કરવા તૈયાર હોય છે. આ જાતકો ખુબજ હિંમતવાન હોય છે. તેમની વિશેષતા એ છે કે આ લોકો હૃદયના નરમ હોય છે.
ધન રાશિ
આ રાશિનો સ્વામી ગુરુ છે, આ ગ્રહને તમામ ગ્રહોમાં ગુરુનું સ્થાન આપવામાં આવ્યું છે.આ લોકોનો આધ્યાત્મિકતા તરફનો ઝુકાવ છે. તેમની વિશેષતા એ છે કે આ લોકો કોઈની સાથે ખૂબ જ ઝડપથી ભળી જાય છે. આ લોકો આશાવાદી છે.
મકર રાશિ
આ રાશિનો સ્વામી શનિ છે. આ લોકો મહેનતુ છે અને તેમના સંબંધોને વફાદાર છે. તથા તેમની વિશેષતા એ છે કે આ લોકો ખૂબ ખુશખુશાલ હોય છે.
કુંભ રાશિ
આ રાશિનો સ્વામી શનિ છે. આ લોકોની વિશેષતા એ છે કે તેઓને ન્યાય પસંદ છે, અને યોગ્ય નિર્ણય લે છે, તેથી તેઓ સારા સલાહકારો છે. આ રાશિના જાતકોને સમજવા થોડા મુશ્કેલ છે.
મીન રાશિ
આ રાશિના જાતકો સ્વભાવમાં ઉદાર હોય છે, જેના કારણે લોકો સાથે તેમના સારા સંબંધો છે, તે તેમની વિશેષતા છે કે આ લોકો ખુલ્લા વિચાર ધરાવતા હોય છે અને બંધાયેલા રહેવાનું પસંદ કરતા નથી.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.