Navratri 2020

Navratri 2020

આ વખતે કોરોનાના કારણે નવરાત્રિ (Navratri 2020) કેન્સલ થવાનો ભય સતાવી રહ્યો હતો. પરંતુ આજે ખેલૈયાઓના ચહેરા પણ ખુશી જોવા મળે તેવા એક આનંદના સમાચાર મળી રહ્યા છે. ગુજરાતના ખેલૈયાઓ માટે સારા સમાચાર આવી શકે છે તેવા સંકેતો દેખાઈ રહ્યાં છે.

કોરોના મહામારી વચ્ચે પણ ગુજરાતના ખેલૈયાઓને નવરાત્રિ (Navratri 2020) માં ગરબા રમવા રાજ્ય સરકાર છૂટછાટ આપી શકે છે. રાજ્ય સરકારે અગાઉ નવરાત્રીનું આયોજન નહીં થાય તેવું અનેક નિવેદનોમાં જણાવી ચૂકી છે, તેમ છતાં અત્યારે રાજકોટના સૌથી મોટા ગરબા આયોજક સુરભી ક્લબ દ્વારા પાસના બુકિંગની જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાતના સૌથી મોટા ફેસ્ટિવલ નવરાત્રીનું આયોજન થાય તેવી લોકોની માંગ છે. લોકોની માંગ હતી કે, છૂટછાટ સાથે ગરબા રમવા મળે. પરંતુ જો ગરબાનું આયોજન કરવું હશે તો સરકારની ગાઈડલાઈનનું પાલન કરવું પડી શકે છે. આ આયોજનમાં સરકાર કેવા પ્રકારની છૂડછાટ આપે છે તે હજી જાહેર થયુ નથી. પણ થોડા દિવસોમાં જ ચિત્ર સ્પષ્ટ થઈ જશે. અનલોક 4માં સરકાર વધુ છૂટછાટો જાહેર કરી શકે છે, જેમાં નવરાત્રિ અંગે પણ મોટી જાહેરાતો થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, દોઢ મિના પહેલા ગરબા આયોજકોએ સરકાર સાથે બેઠકો યોજી હતી. 31 ઓગસ્ટે અનલોક 3 પૂરુ થઈ રહ્યું છે. અનલોક 4ની ગાઈડલાઈન હજી બહાર પડી નથી. આવામાં સરકાર અનલોક 4માં કેવા પ્રકારની છૂટછાટ આપે છે તે જોવું રહ્યું. 

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.