Patan

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 242 તાલુકોમાં વરસાદ નોંધાયો છે. પાટણ (Patan) ના રાધનપુર અને સિદ્ધપુરમાં 4.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે પાટણ જિલ્લાનું ધોળકડા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. રાધનપુર તાલુકાના ધોળકડા ગામ ફરતે ભારે વરસાદ અને બનાસનદીનું પાણી ફરી વળ્યું હતું. તો નીચાણવાળા 35 થી વધુ મકાનો પાણીમાં ગરકાવ થયા હતા. જો કે, આ તમામ લોકોને અને પરિવારોને પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરાયા હતા. ધોળકડા ગામ આજુ બાજુ ત્રણ ત્રણ કિલોમીટરમાં રોડ પર પાણી ફરી વળ્યા હતા.

પાટણ (Patan) ના શંખેશ્વર તાલુકાના લોટેશ્વર ગામના 17 કુટુંબોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. લોટેશ્વર ગામે ઈન્દિરા વસાહત ઠાકોર વાસના નીચાણવાળા વિસ્તારમાં પાણી આવતાં કુંટુંબોને સ્થળાંતર કરાયા છે. 14 કુટુંબના નાના મોટા 73 લોકોનું શિફ્ટીંગ પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું છે. રવદથી પસાર થતો વોકળામાં પાણી આવતાં નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને સ્થળાંતર કરાયા છે. શંખેશ્વર ટીડીઓ સહિત તંત્ર દ્વારા વિસ્તારની મુલાકાત લેવાઈ હતી. 

પાટણ જિલ્લા માં 24 કલાક દરમિયાન પડેલ વરસાદ

  • પાટણ 48 mm, 2 ઇંચ
  • સરસ્વતી 26 mm, 1 ઇંચ
  • સિદ્ધપુર 94 mm, 4 ઇંચ
  • ચાણસ્મા 49 mm, 2 ઇંચ
  • હારીજ 68 mm, 2.72 ઇંચ
  • રાધનપુર 115 mm, 4.6 ઈંચ
  • સમી 98 mm, 4 ઇંચ
  • શંખેશ્વર 77 mm, 3.8 ઇંચ
  • સાંતલપુર  114 mm, 4.56 ઇંચ

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024