Navsari

Navsari

નવસારી (Navsari) જિલ્લા કલેક્ટરે ઉત્તરાયણના તહેવારને લઇ ચાઇનીઝ દોરી સહિત કાચના માંજાવાળી દોરીના ઉત્પાદન-વેચાણ ઉપર પ્રતિબંધ મૂકતું એક જાહેરનામું બહાર પાડ્યું હતું. જે અંગે જલાલપોર પોલીસે આ મામલે બે ઇસમોને ઝડપી પાડયા હતા.

એરુ ગામના મોટા ફળિયા ખાતે રહેતા 28 વર્ષના નિકુંજ ધનસુખ પટેલની દુકાનમાં પોલીસે તપાસ કરતા ત્યાંથી કાચ તથા માંજામાં વપરાતા અન્ય પદાર્થો મળી આવ્યા હતા. તેઓ પોતાની દુકાનમાં કાચના માંજાવાળી દોરી બનાવતા હોવાનું સ્પષ્ટ થયું હતું.

બીજી તરફ ગાંધી ફાટક નજીક આવેલ આંબેડકર નવી વસાહત પાસે પતંગની દોરી તૈયાર કરતા લક્ષ્મણ ઉના લાંબોબેની દુકાનમાં તપાસ કરી હતી. જે દુકાનમાં પણ કાચ તથા કરોટીનું મિશ્રાણ કરી માંજો તૈયાર કરાતો હોવાનું સ્પષ્ટ થતા પોલીસે બન્ને ઇસમોની અટક કરી હતી.

પોલીસે જોખમી દોરી તૈયાર કરવા માટે બનાવેલ માંજો તથા અન્ય પદાર્થો સહિતનો મુદ્દામાલ જપ્ત કરી બન્ને ઇસમો વિરુદ્ધ જિલ્લા કલેક્ટરના જાહેરનામા ભંગનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024