Ahmedabad and Vadodara

Ahmedabad and Vadodara

આજે અમદાવાદ અને વડોદરા (Ahmedabad and Vadodara) માં 10-10 વર્ષના બે બાળકોનું મોત નિપજ્યું છે. અમદાવાદના મેઘાણીનગરમાં રહેતા અને વડોદરામાં વાઘોડિયા રોડ વિસ્તારમાં 10-10 વર્ષના બાળકોના ધાબા પરથી પડી જવાથી મોત નિપજ્યા છે. 

અમદાવાદમાં મેઘાણીનગર વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના 27 નંબરના બ્લોકમાં રાવત પરિવાર રહે છે. રોનકના માતાપિતા એક મરણ પ્રસંગે ગયા હતા. ઘરે રોનક તેની દાદી સાથે એકલો હતો. તે ધાબે પતંગ ચગાવવા ગયો હતો. ત્યારે અચાનક તે નીચે પટકાયો હતો. આસપાસના લોકો તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. પરંતુ સારવાર દરમિયાન તેનુ મોત નિપજ્યું હતું.

વડોદરામાં વાઘોડિયા રોડના ઝવેરનગર સ્થિત નર્મદા એપાર્ટમેન્ટમાં ગઈકાલે સાંજે 4 માળની ખંડેર બિલ્ડીંગ પર પતંગ ચગાવવા ચડેલ 10 વર્ષનો બાળક વિરલ રાઠવા અચાનક છત પરથી નીચે પટકાયો હતો. જ્યાં તેનુ મોત નિપજ્યું હતું. મૃતક બાળકને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.