Sushant Singh death case
સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh death case)ના મોત સાથે સંકળાયેલા ડ્રગ્સ કેસમાં NCBએ શુક્રવારે ચાર લોકોની ધરપકડ કરી લીધી. એક અધિકારીએ આ જાણકારી આપી છે.
તેમણે જણાવ્યું કે ધરપકડ કરવામાં આવેલા ચાર લોકોમાંથી એકના ઘરે રેડ પાડતાં NCBને 928 ગ્રામ ચરસ અને કેસ મળી આવી હતી. ત્રણ અન્ય શંકાસ્પદોને કસ્ટડીમાં લેવામાં આવ્યા અને તેમની પાસેથી લગભગ 500 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.
આ પણ જુઓ : પ્રાઈવેટ ટ્રેનો શરુ કરનાર કંપનીઓને ભાડું નક્કી કરવાની છુટ અપાશે
અધિકારીઓએ જણાવ્યું હતું કે મુંબઇ એનસીબીની એક ટીમે અંકુશ અરેંજા પાસેથી ડ્રગ તસ્કરો વિશે ગુપ્ત માહિતીના આધારે એક શંકાસ્પદને વર્સોવાથી પકડી પાડ્યો હતો. 29 વર્ષીય અરેંજા સાથે પૂછપરછ દરમિયાન આ સંદિગ્ધનું નામ સામે આવ્યું હતું. રેડમાં ટુકડીને 928 ગ્રામ ચરસ અને 4,36,000 રૂપિયા કેશ મળી આવ્યા હતા. આ કેસમાં એનસીબી રિયા ચક્રવર્તી અને તેમના ભાઇ શોવિક સહિત 12થી વધુ લોકોને કસ્ટડીમાં લઇ ચૂકી છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.