NCB
સુશાંત સિંહ રાજપૂત કેસમાં નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ની ટીમે સવારમાં રિયા ચક્રવર્તીના ઘરે રેડ પાડી. સુશાંતના હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડાના ઘરે પણ એક ટીમ પહોંચી અને રેડ પાડી. લગભગ 2 કલાકના સર્ચ ઓપરેશન બાદ NCBની ટીમે સેમ્યુઅલ મિરાન્ડાની અટકાયત કરી. આ અટકાયત provisions of Narcotic Drugs and Psychotropic Substances Act, 1985 હેઠળ થઈ.
સૂત્રોના જણાવ્યાં મુજબ NCBને સેમ્યુઅલ મિરાન્ડાના ઘરેથી કેટલાક મહત્વના પુરાવા મળ્યા છે. NCBએ રિયા ચક્રવર્તી અને સેમ્યુઅલ મિરાન્ડાની હાર્ડ ડ્રાઈવ અને તેમના કેટલાક ઈલેક્ટ્રોનિક ગેઝેટ્સ જપ્ત કર્યા છે.
આ પણ જુઓ : સુપ્રીમ કોર્ટે નવી દિલ્હીના રેલવે ટ્રેક નજીકના ઝૂંપડપટ્ટી લઇ આપ્યો આદેશ
Maharashtra: Brother of #RheaChakrobarty, Showik brought to Narcotics Control Bureau (NCB) office in Mumbai.
— ANI (@ANI) September 4, 2020
The Bureau had summoned Showik Chakraborty and Samuel Miranda to join the investigation in connection with #SushantSinghRajput death case. pic.twitter.com/nDasAIS7vk
NCBએ રિયાના ઘરેથી નીકળતી વખતે શૌવિક ચક્રવર્તીને પણ પોતાની સાથે લઈ ગઈ છે. તેમનું પણ લેપટોપ જપ્ત કરાયું છે. એનસીબી પાસે પુરાવા તરીકે અત્યાર સુધીમાં વોટ્સએપ ચેટ છે. શૌવિક ચક્રવર્તી અને સેમ્યુઅલ મિરાન્ડાની કોલ ડિટેલ્સ છે. જેમાં તેની અને ડ્રગ પેડલર્સની વાતચીતના પુરાવા છે. આ ઉપરાંત પૈસા માટે લેવડદેવડના પણ પુરાવા છે. જેમાં 10 હજાર રૂપિયા આપીને સેમ્યુઅલે શૌવિક માટે ડ્રગ્સ ખરીદી.
આ પણ જુઓ : Ahmedabad : અમદાવાદના આ વિસ્તારમાં કોરોનાએ વરસાવ્યો કહેર
Samuel Miranda detained by Narcotics Control Bureau (NCB), under provisions of Narcotic Drugs and Psychotropic Substances Act, 1985. https://t.co/SehPI3YMmO
— ANI (@ANI) September 4, 2020
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.