NCB
બોલિવૂડમાં પ્રવર્તી રહેલા ડ્રગ કેસમાં નાર્કોટિક્સ ક્ન્ટ્રોલ બ્યૂરો (NCB)એ મૂછ્છડ પાનવાલાને સમન્સ મોકલ્યું હતું. એનસીબીએ અભિનેત્રી દિયા મિર્ઝાની ભૂતપૂર્વ મેનેજર રોહિલા ફર્નિચરવાલાની સાથે કરણ સજનાની અને શાઇસ્તાની પણ ધરપકડ કરી હતી.
પૂછપરછ દરમિયાન મૂછ્છડ પાનવાલા તરીકે જાણીતા ભરત તિવારીનું નામ સામે આવ્યું હતું. જેથી એનસીબીએ તિવારીને સમન્સ મોકલ્યું હતું. એનસીબીના પ્રવક્તાએ કહ્યું કે ભરત તિવારીને દિયા મિર્ઝાની ભૂતપૂર્વ મેનેજર રોહિલાના કેસમાં નિવેદન માટે સમન્સ મોકલાયું હતું.
આ પણ જુઓ : ગુજરાતમાં આજે પહોંચશે કોરોના વેક્સિનનો પ્રથમ જથ્થો
એનસીબીને રોહિલા, કરણ સજનાની અને સાઇસ્તા પાસેથી 200 કિલો ગાંજો મળી આવ્યો હતો. એનસીબીને મળેલી માહિતી મુજબ બ્રિટિશ નાગરિક એવો કરણ સજનાની મૂછ્છડ પાનવાલાને ડ્રગ (ગાંજો) સપ્લાય કરતો હતો.