દાહોદ જિલ્લા વિકાસ અધિકારી (District Development Officer) તરીકે સુશ્રી નેહા કુમારીએ પદભાર સંભાળી લીધો છે. આ પૂર્વે તેઓ ગાંધીનગર(Gandhinagar) સચિવાલયમાં જનરલ એડમીનીસ્ટ્રેશન ડીપાર્ટમેન્ટ-(પ્લાનિંગ)માં ડેપ્યુટી સેક્રેટરી ટુ ગર્વમેન્ટ તરીકે ફરજ નિભાવતા હતા.
તેઓ મૂળ જમશેદપુર-ઝારખંડના છે. તેમણે બેચલર ઓફ એન્જિનિયરીંગ ઇલેક્ટ્રીક એન્ડ ઇલેક્ટ્રોનિક્સનો અભ્યાસ કર્યો છે. તેમણે અગાઉ મહિસાગર જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે કામ કર્યું છે. તઓ વર્ષ ૨૦૧૫માં ભારતીય પ્રશાસનિક સેવામાં જોડાયા છે.