અમદાવાદમાં કોરોના વાયરસના નવા કેસ નોંધાયા.

New cases of Corona
- Advertisement -

This browser does not support the video element.

કોવિડ-19ના કેસમાં સતત ઘટાડા બાદ શહેરમાં ફરીથી નવા કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોના મહામારીને નાબૂદ કરવા માટે વેક્સિનેશન ડ્રાઈવ અંતર્ગત લાખો લોકોને રસી આપી દેવાઈ છે, છતાં કેટલાક એવા કેસ સામે આવી રહ્યા છે.

ગયા વર્ષે દિવાળી બાદ જ કોરોનાની પહેલી લહેર આવી હતી અને આ વાતને ધ્યાનમાં રાખીને નિષ્ણાતોએ આ વખતે તહેવારની ઉજવણીમાં ખાસ સાવચેતી રાખવાની સલાહ આપી હતી તેમજ તેમ ન કર્યું તો ફરીથી કોરોના વકરવાની આશંકા વ્યક્ત કરી હતી. આ આશંકા સાચી પડી રહી હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે શહેરના જોધપુર, ચાંદખેડા અને ઈસનપુર વિસ્તારમાં 3 પરિવારના 13 સભ્યોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે.

આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે, બુધવારે શહેરમાં 16 નવા કેસ નોંધાયા હતા. જો કે, રાહતની વાત એ છે કે દર્દીની સ્થિતિ એટલી ખરાબ નથી કે તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડે, તેઓ ઘરે જ સારવાર લઈ રહ્યા છે. છતાં તેમના સંપર્કમાં આવેલા લોકોની તપાસ મેડિકલ ટીમ કરી રહી છે.

ગુજરાતમાં બુધવારે (છેલ્લા 24 કલાકમાં) કોવિડ-19ના 42 નવા કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધારે કેસ અમદાવાદમાં 16 હતા. સુરત અને વલસાડમાં 5-5 કેસ નોંધાયા હતા. વડોદરામાં 4, જૂનાગઢમાં 2, મોરબીમાં 2 અને રાજકોટમાં 2 કેસ નોંધાયા હતા.