vadodara 400 years old firecrackers

ગુજરાત(Gujarat)ના વડોદરા જિલ્લામાં દિવાળી(Diwali) નિમિત્તે ફટાકડા બનાવવા માટે લગભગ 400 વર્ષ જૂની રીતનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વડોદરાના ફતેહપુરા વિસ્તારમાં આવેલા કુંભારવાડામાં કેટલાંક લોકો માટીમાંથી ફટાકડા બનાવે છે. આ ફટાકડાને મટકા અથવા માટલા કોઠીના નામથી ઓળખવામાં આવે છે. પરંતુ, બજારમાં ચીનના ફટાકડાનો પ્રવેશ થતાં લગભગ 2 દાયકાથી આ મટકા કોઠીનું પ્રોડક્શન બંધ થઈ ગયું હતું. પણ, પ્રમુખ પરિવાર ફાઉન્ડેશન નામની એનજીઓએ 400 વર્ષ જૂની માટીમાંથી ફટાકડા બનાવવાની કળાને ફરી જીવંત કરી છે.

મટકા અથવા માટલા કોઠી માટીમાંથી તૈયાર કરવામાં આવે છે. કુંભાર માટીમાંથી આ ફટાકડા તૈયાર કરે છે જે ઈકો-ફ્રેન્ડલી ફટાકડા છે. આ ફટાકડા બાળકો માટે સુરક્ષિત છે અને કોઈપણ વ્યક્તિ આ ફટાકડાનો ઉપયોગ કરી શકે છે. આ ફટાકડા બનાવનાર રમણ પ્રજાપતિએ જણાવ્યું કે લગભગ 20 વર્ષ પહેલા આ ફટાકડા બનાવવાનું બંધ કરી દીધું હતું કારણકે તેમાં કોઈ નફો દેખાતો નહોતો. પણ, આ દિવાળી પર માટીમાંથી બનાવેલા ફટાકડામાંથી નફો થશે તેવું જણાઈ રહ્યું છે.

તેમણે વધુમાં જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વૉકલ ફોર લૉકલ(vocal for local)ના નારાથી અમે ખૂબ પ્રભાવિત થયા છીએ. માટીમાંથી મટકા કોઠી તૈયાર કરીને નવી પેઢીને હવે વર્ષો જૂની કળા જોવા-જાણવા મળશે અને આસપાસના ઘણાં લોકોને રોજગારી પણ મળશે. પ્રમુખ પરિવાર ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ નિતલ ગાંધીએ જણાવ્યું કે આ ફટાકડા 100 ટકા સ્વદેશી છે. આ મટકા કોઠીનું નિર્માણ માટીમાંથી કરવામાં આવે છે. કુંભાર માટીની મદદથી આ કોઠી બનાવે છે અને તેનો મુખ્ય હેતુ સ્થાનિક લોકો માટે રોજગારી ઊભી કરવાનો છે.

અહીં નોંધનીય છે કે દિવાળીમાં ફટાકડા સેનેટાઇઝરવાળા હાથે ના ફોડવા તેમજ સેનેટાઇઝરની બોટલ દૂર રાખવી. ખાતરી કરો કે તમારું બાળક તમારી દેખરેખ હેઠળ ફટાકડા ફોડે છે. બાળકોનું વિશેષ ધ્યાન રાખો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024