Post Office
પોસ્ટ ઓફિસે (Post Office) સેવિંગ્સ એકાઉન્ટની સાથે જોડાયેલા કેટલાક નિયમોમાં ફેરફાર કર્યો છે. પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટમાં મિનિમમ બેલેન્સની રકમને 50 રૂપિયાથી વધારીને 500 રૂપિયા કરી છે. જો તમારા ખાતામાં ઓછામાં ઓછા 500 રૂપિયા નહીં રહે તો નાણાંકીય વર્ષમાં અંતિમ કાર્ય દિવસે પોસ્ટ ઓફિસ પર તમને 100 રૂપિયા પેનલ્ટીના રૂપે ભરવાનું કહેશે. તથા આવું દર વર્ષે કરાય છે.
ઉપરાંત જો આ ખાતામાં ઝીરો બેલેન્સ થશે તો આ એકાઉન્ટ જાતે જ બંધ થઈ જશે. પોસ્ટ ઓફિસ (Post Office) અત્યારે વ્યક્તિગત કે સંયુક્ત બચત ખાતા પર વાર્ષિક 4 ટકા વ્યાજ આપે છે. તેમાં ન્યૂનતમ બેલેન્સ 500 રૂપિયા હોવું જરૂરી છે. તો આ સિવાય તમે જો તમારા ખાતાને આધાર સાથે લિંક નથી કર્યું તો આજે જ લિંક કરો. તેનો લાભ તમને ખાતામાં મળશે.
પોસ્ટ ઓફિસ (Post Office)માં બચત ખાતું ખોલતા ધ્યાન રાખો કે ચેક વિનાના ખાતાની મિનિમમ રકમ 50 રૂપિયા નક્કી કરાઈ છે. તેમજ જો તમે સગીર વ્યક્તિના નામે પણ ખાતું ખોલી શકો છો. અને 10 વર્ષ સુધી કે તેનાથી વધારે સગીરના નામે પણ ખાતું ખોલીને ઓપરેટ કરી શકો છો.
પોસ્ટ ઓફિસ અવારનવાર પોતાના ગ્રાહકોને માટે અનેક નવી સ્કીમ લાવતી રહે છે. પોસ્ટ ઓફિસની અનેક નવી બચત યોજનાઓ પર ગ્રાહકોને સુરક્ષિત અને ગેરેન્ટેડ રિટર્ન મળે છે.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.