Surat
સુરત (Surat)માં કોરોનાના વધતા જતા કેસને લઈ મહાનગરપાલિકા દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ હવેથી કોરોના પોઝિટિવ વ્યક્તિએ વિઝીટ કરેલ સ્થળ 48 કલાક માટે બંધ કરી દેવામાં આવશે. એક કરતાં વધુ પોઝિટિવ કેસવાળી ઓફિસોને પણ 48 કલાક માટે બંધ કરવામાં આવશે.
સુરત શહેરમાં વધતા કોરોના પોઝિટિવ દર્દીઓ મામલે એસએમસીનું તંત્ર વધુ સતર્ક બન્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સુપર સ્પ્રેડર ટેસ્ટિંગ અભિયાન અંતર્ગત દૂધ વિક્રેતા અને ડેરીમાં ટેસ્ટિંગ હાથ ધરાયું હતું. અલગ અલગ 8 ઝોનમાં ડેરીના માલિક અને કર્મચારીઓના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા હતા. મનપાની ટીમને આ સુપર સ્પ્રેડર્સ ટેસ્ટિંગ અભિયાનમાં માત્ર 5 દિવસમાં 43 સુપર સ્પેડર્સ મળી આવ્યા છે.
આ પણ જુઓ : રક્ષામંત્રી રાજનાથ સિંહ અને CM રૂપાણીએ PMને શુભકામનાઓ પાઠવી કહ્યું…
તેમજ પાન ગલ્લા અને ચાવાળાના 855 ટેસ્ટિંગ કરાયા જેમાં 7 કેસ પોઝિટિવ મળી આવ્યા છે. વળી સલૂન અને ઓટોગેરેજમાં પણ મનપાની ટીમે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જેના પરિણામે સલૂનમાં 650 ટેસ્ટ પૈકી 1 પોઝિટિવ નોંધાયો હતો. જ્યારે ઓટો ગેરેજમાં 860 ટેસ્ટ પૈકી 8 પોઝિટિવ મળી આવ્યા હતા.
પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.