NIA

રાષ્ટ્રીય ઇન્વેસ્ટિગેટિવ એજન્સીએ અલ કાયદા સાથે સંકળાયેલા મનાતા નવ આતંકીઓની ધરપકડ કરી. NIA કેરળમાં એર્નાકુલમ અને પશ્ચિમ બંગાળમાં મુર્શિદાબાદ વિસ્તારમાં ઠેર ઠેર દરોડા પાડ્યા હતા. એર્નાકુલમમાંથી ત્રણ અને મુર્શિદાબાદમાંથી છ આતંકવાદી ઝડપાયા હતા. મોટા ભાગના યુવાનો વીસ વર્ષની આસપાસની ઉંમરના છે. બધા શ્રમિકો છે.

NIAની છેલ્લા ઘણા સમયથી આ લોકો પર નજર હતી. આતંકવાદી યોજનાના મુદ્દે NIAએ આ લોકો પર નજર રાખી હતી. આ લોકો પાકિસ્તાન સ્થિત અલ કાયદા મોડ્યુલ સાથે સંકળાયેલા હતા. NIAને દેશના વિવિધ સ્થળે અલ કાયદાના મોડ્યુલ સાથે સંકળાયેલા યુવાનો સક્રિય હોવાની માહિતી મળી હતી. જેથી NIAએ દેશના વિવિધ સ્થળે દરોડા પાડ્યા હતા.

આ પણ જુઓ : વરુણ ધવન અને સારા અલી ખાનની ફિલ્મ કુલી નંબર 1 આ તારીખે ઓનલાઇન રિલીઝ થશે

NIA આતંકવાદી સંસ્થા સાથે જોડાયેલા યુવાનોને ઝડપી લીધા હતા. આ લોકો વિવિધ સ્થળે આતંકવાદી હુમલા કરવાની યોજના ઘડી રહ્યા હતા. NIAએ આ લોકો પાસેથી ડિજિટલ યંત્રસામગ્રી, દસ્તાવેજો, જિહાદી સાહિત્ય, ધારદાર હથિયારો સહિત વિવિધ સામગ્રી કબજે કરી હતી અને તેમની પૂછપરછ ચાલુ છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024