- દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા છે.તદુપરાંત ગાજવીજ સાથે વરસાદ પડવાની પણ શક્યતા છે.
- નિસર્ગ વાવાઝોડું 3 જૂનની સાંજે અથવા રાત્રે ગુજરાતના દરિયામાં હરિહરેશ્વર-દમણ વચ્ચે ત્રાટકી શકે છે.
- તે ઉપરાંત ઉત્તર મહારાષ્ટ્રમાં પણ વાવાઝોડું ટકરાઈ શકે એવી શક્યતા છે.
- હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘પૂર્વમધ્ય અને દક્ષિણપૂર્વ અરેબિયન સમુદ્રમાં સર્જાયેલું ડિપ્રેશન છેલ્લા ૬ કલાક દરમિયાન ૧૩ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. આ ડિપ્રેશન પણજીના દક્ષિણપશ્ચિમથી ૩૪૦ કિલોમીટર, દક્ષિણ-દક્ષિણપશ્ચિમ મુંબઇથી ૬૩૦ કિલોમીટર જ્યારે સુરતના દક્ષિણ-દક્ષિણપશ્ચિમથી ૮૫૦ કિલોમીટરના અંતરે છે. તે હવે પૂર્વમધ્ય અને તેને સંલગ્ન દક્ષિણપૂર્વ અરેબિયન સમુદ્રમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઇ શકે છે.’
- આ પણ જુઓ : આદુના આ નુસખાઓ કરશે શરીરની તકલીફો દૂર.
- અમદાવાદમાં આગામી ગુરુવાર-શુક્રવારે સામાન્ય તથા શનિવારે ભારે વરસાદનીશક્યતા છે.
- દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લામાં ૩થી ૫ જૂન દરમિયાન 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.
- ડાંગ, તાપી, ભરૃચ, વડોદરા, નવસારી, દમણ, સુરત, દાદરા નગર હવેલી, દાહોદ, ભાવનગર, અમરેલી, પંચમહાલ, દીવ, રાજકોટ આ વિસ્તારોમાં 3 જૂનના રોજ ગાજવીજ સાથે વરસાદ પાડવાની શક્યતા છે .
- ૪ જૂનના રોજ મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, પોરબંદર, દમણ, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, જુનાગઢ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, સુરત, ભરૃચ, ભાવનગર, દાદરા નગર હવેલી, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમરેલી, ગીર સોમનાથ આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
- તે ઉપરાંત ૫ જૂનના રોજ ડાંગ, તાપી, દાદરા નગર હવેલી, સુરત, છોટા ઉદેપુર, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, નવસારી, વલસાડ, દમણ, બોટાદ, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, દીવભરૃચ, વડોદરા, નર્મદા જેવા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.
તમે આ આર્ટીકલ PTN News ના માધ્યમ થી વાંચી રહ્યા છો. તદ્દન નવી, ઉપયોગી, લાભદાયી અને સચોટ માહિતીવાળા આવા જ આર્ટિકલ વાંચવા માટે અમારા ફેસબુક પેજ PTN Newsને લાઈક કરો, ટેલીગ્રામ ચેનલમાં જોડાવોPTN News