Nitin Patel

ગુજરાત રાજ્યના ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે (Nitin Patel) આજે એક મોટી જાહેરાત કરી હતી. આ જાહેરાત મુજબ રાજ્યમાં ગુટકા, તમાકુ કે નીકોટીન યુક્ત પાન મસાલા વેચાણ, સંગ્રહ અને વિતરણ પરનો પ્રતિબંધ વધુ એક વર્ષ લંબાઈ ગયો છે.

રાજ્યના DyCM નીતિન પટેલે (Nitin Patel) આજે એક મોટી જાહેરાત કરી છે. જો કે, નીતિન પટેલની આ જાહેરાતે નશાની બંધાણીઓને મોટો ઝાટકો આપ્યો છે. ગુજરાતમાં ગુટખા, તમાકુનો પ્રતિબંધ મૂકાતા હવે તેનું વેચાણ, સંગ્રહ અને વિતરણ ઉપર પણ પ્રતિબંધ યથાવત્ રહ્યો છે.

ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજ્યમાં ગુટકા તેમજ તમાકુ કે નિકોટીન યુક્ત પાન મસાલાના વેચાણ, સંગ્રહ અને વિતરણ પર હાલ પ્રતિબંધ છે. આ પ્રતિબંધ નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદ્રઢ બને તે માટે વધુ એક વર્ષ સુધી લંબાવવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

કોઈ પણ દુકાનદાર કે વ્યક્તિ ગુટખા, તમાકુ કે સિગારેટનું વેચાણ શૈક્ષણિક સંસ્થાની 100 મીટરની ત્રિજ્યામાં કરી શકશે નહીં. તેમજ નીતિન પટેલે જણાવ્યું છે કે, છેલ્લા 3 વર્ષમાં રૂપિયા 11 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ – 2006 અંર્તગત રાજ્યમાં આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેમજ ખાદ્યચીજમાં તમાકુ કે નિકોટીન ઉમેરવું પ્રતિબંધ ગણાશે.

નીતિન પટેલે વધુમાં જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ગુટકા કે પાન મસાલા કે જેમાં તમાકુ કે નિકોટીનની હાજરી હોય તેના વેચાણ, સંગ્રહ વિતરણ પર પ્રતિબંધ માટે નિર્ણય કરેલ છે. તથા આ નિયમનો ભંગ કરનાર સામે કડક હાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024