Nitish Kumar

Nitish Kumar

બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમારે એવી જાહેરાત કરી હતી કે દલિત કે જનજાતિની કોઇ વ્યક્તિની હત્યા થશે તો એના વારસદારને અમે સરકારી નોકરી આપીશું. પોતે કરેલા વાયદાના અમલ માટે નીતિશ કુમારે પોતાના સરકારી અધિકારીઓને તાકીદ કરી હતી કે કાયદામાં જરૂરી ફેરફાર કરો અથવા કોઇ નવો કાયદો ઘડી કાઢો.

આ પણ જુઓ : પાંચ ભારતીયોનું અપહરણ કરી લઇ ગઇ ચીની સેના…

શુક્રવારે નીતિશ કુમાર (Nitish Kumar) દલિત-જનજાતિ ધારા 1995 અન્વયે રાજ્યકક્ષાએ સતર્કતા અને મોનિટરીંગ સમિતિની બેઠકના અધ્યક્ષપદે બોલી રહ્યા હતા. નીતિશ કુમારે આ બેઠકમાં એવી જાહેરાત પણ કરી હતી કે દલિત-જનજાતિના લોકો પર થયેલા અત્યાચારોના જે કેસ વિલંબમાં પડ્યા હોય એને 20 સપ્ટેંબર સુધીમાં પતાવી નાખો.

આ પણ જુઓ : HNGU માં ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતગર્ત આજે ચાલવાનો કાર્યક્રમ યોજાશે

તેમણે દલિત અને જનજાતિ મંત્રાલયના સચિવ પ્રેમકુમાર મીણાને આવા કેસોનો ત્વરિત નિકાલ લાવવાનો આદેશ આપ્યો હતો. આ બેઠકમાં નાયબ મુખ્ય પ્રધાન સુશીલ કુમાર મોદી, ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જીતન રામ માંઝી, અનુસૂચિત જાતિ-જનજાતિ ખાતાના પ્રધાન રમેશ ઋષિદેવ અને સાંસદ વિજય માંઝી સહિત અન્ય કેટલાક લોકો હાજર હતા.

પોસ્ટ ગમે તો અહીં લાઈક ઉપર ક્લિક કરો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024