વિશ્વ,દેશ અને રાજયમાં તાજેતરમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહયું છે. જે ધ્યાને લઈ પાટણ જિલ્લામાં કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા આજ રોજ તા.૬/૧/ર૦રર રોજ ભરત જોષી નિયામક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પાટણ ધ્વારા લણવા અને ચાણસ્મા સીએચસી કેન્દ્રની મુલાકાત કરવામાં આવી.
જેમાં હાજર મેડીકલ સુપ્રીટેન્ડેન્ટ અને મેડીકલ ઓફિસર તથા આરોગ્ય સ્ટાફ સાથે કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા હાથ ધરવામાં આવેલ સઘન પગલાં અને ઉપલબ્ધ આરોગ્ય સેવાઓ જેવી કે બેડની સુવિધા, ઓકસીજનવાળા બેડ, ઓકસીજન પ્લાન્ટ, ઓકસીજન સીલીન્ડર, એબ્યુલન્સ અને કોરીડ ટેસ્ટીંગ ફેસેલીટી તથા વીજ સુવિધા ખોરવાય તે સંજોગોમાં જનરેટર સેટની ઉપલબ્ધ સેવાઓ અને ખૂટતી સેવાઓની સમીક્ષા કરવામાં આવી અને લોકોને માસ્ક, સેનીટાઈઝર અને સામાજીક અંતર જાળવવા જાગૃત કરવા આહવાન કરવામાં આવ્યું.
આમ, પાટણ જિલ્લામાં કોરોના સંક્રમણ વધે નહી તેવા સઘન પગલાં ભરી સરકારની સૂચનાઓ મુજબ આરોગ્ય લક્ષી સેવાઓની એડવાન્સ તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી. આમ કોરોના સંક્રમણને અટકાવવા જિલ્લાનું વહીવટી તંત્ર માન.કલેકટર સુપ્રીત સિંઘ ગુલાટી અને રમેશ મેરજા, જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ પણા હેઠળ તૈયાર હોવાનું જણાવવામાં આવેલ છે.