Nokia X5 નૉચ સ્ક્રીન, ડ્યુઅલ કેમેરા સાથે લોન્ચ, આઇફોન જેવો છે લૂક, જાણો ભાવ અને વિશિષ્ટતાઓ
નોકિયા બ્રાન્ડના સ્માર્ટફોન બનાવતી HMD ગ્લોબલ કંપનીએ એક્સ સીરિઝમાં પોતાનો નવો સ્માર્ટફોન Nokia X5 ચીનમાં લોન્ચ કર્યો છે. Nokia X6 સ્માર્ટફોન આઇફોન-એક્સ જેવી નૉચ સ્ક્રીન ધરાવતો પહેલો નોકિયા ફોન હતો.
Nokia X5ના ફીચર્સ
– 5.86 ઇંચની નૉચવાળી 2.5ડી કર્વ્ડ ગ્લાસ HD+ ડિસ્પ્લે
– 3 જીબી રેમ + 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
– 4 જીબી રેમ + 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ
– 13+5 મેગાપિક્સલના ડ્યુઅલ રિઅર કેમેરા
– 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા
– ઓક્ટા-કોર મીડિયાટેક હીલિયો પી60 પ્રોસેસર
– ગ્રાફિક્સ માટે માલી G72MP3 જીપીયુ
– 3060 mAhની બેટરી
– યુએસબી ટાઇપ-સી સપોર્ટ
– ડ્યુઅલ 4G VoLTE સપોર્ટ
– એન્ડ્રોઇડ ઓરિયો 8.1 સપોર્ટ
– બ્લેક, બ્લૂ અને વ્હાઇટ કલરના વેરિઅન્ટ
Nokia X5 ની કિંમત
– 3 જીબી રેમ + 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમત અંદાજે 10000 રૂપિયા છે.
– 4 જીબી રેમ + 64 જીબી ઇન્ટરનલ સ્ટોરેજવાળા વેરિઅન્ટની કિંમત અંદાજે 14000 રૂપિયા છે.
– ચીનમાં ફોનનું વેચાણ શરૂ થઇ ગયું છે. ભારતમાં ફોન ક્યારે લોન્ચ થશે તે અંગે હાલમાં કોઇ માહિતી નથી.