GPSC

પરીક્ષા કેન્દ્રોવાળા વિસ્તારમાં ઝેરોક્ષ દુકાનો તથા સ્કેનિંગની સુવિધા ધરાવતા કમ્પ્યુટર સેન્ટરો તા.૨૬ ડિસેમ્બર, ૨૦૨૧ ના રોજ સવારે ૦૯.૦૦ કલાકથી ૧૯.૦૦ કલાક સુધી ખુલ્લા રાખવા પર પ્રતિબંધ.

પાટણ શહેરમાં આગામી તા.૨૬ ડિસેમ્બરના રોજ ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-૨ની જગ્યાઓ પર ભરતી માટે લેવાનાર પ્રિલિમિનરી પરીક્ષાનું સંચાલન સ્વાભાવિક રીતે અને સરળતાથી થાય તે માટે ઝેરોક્ષની દુકાન તથા સ્કેનિંગની સુવિધા ધરાવતા હોય તેવા કોમ્પ્યુટર સેન્ટર ઉપર પરિક્ષાલક્ષી સાહિત્યની નકલ થવાની અને તે સાહિત્ય પરીક્ષા કેન્દ્રોમાં મોકલવાની પ્રવૃત્તિથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી અંગે વિકટ પ્રશ્ન ઉપસ્થિત થતો હોઈ પાટણ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ દ્વારા પાટણ શહેરમાં આવેલા પરીક્ષા કેન્દ્રોને લઈ વિવિધ પ્રતિબંધો ધરાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ની કલમ-૧૪૪ હેઠળ મળેલી સત્તાની રૂએ પાટણ સબડિવિઝનલ મેજીસ્ટ્રેટશ્રી સચિન કુમાર દ્વારા ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-૨ની ભરતી માટે પ્રિલિમીનરી પરીક્ષા કેન્દ્રો પર પરિક્ષામાં ઉપયોગમાં લેવાનાર તમામ મકાનો તથા તેના કંમ્પાઉન્ડની આજુબાજુના ૧૦૦(સો) મીટરના વિસ્તારમાં (ત્રિજ્યામાં) આવેલ તમામ ઝેરોક્ષ દુકાનો તથા સ્ક્રેનીંગની સુવિધા ધરાવતા તમામ કમ્પ્યુટર સેન્ટરો ઉપર તા.૨૬ ડિસેમ્બર, ૨૦૨૧ના સવારના ૦૯.૦૦ કલાકથી ૧૯.૦૦ કલાક સુધી ખુલ્લા રાખવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

પરીક્ષામાં ગેરરીતિ માટે મદદરૂપ થાય તેવું તેમજ પરિક્ષાલક્ષી સાહિત્ય તથા મોબાઈલ જેવા વીજાણું ઉપકરણો પરિક્ષાખંડમાં તેમજ કેન્દ્રમાંથી બહાર લઈ જવા તેમજ બહારથી પરિક્ષા કેન્દ્રોમાં કે ખંડમાં લાવવા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ પરિક્ષા કેન્દ્રોની બહાર વધુ સંખ્યામાં માણસો એકત્રીત થવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. તથા પરીક્ષાના કેન્દ્રો ઉપર પાટણ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીના COVID-19 અંગેના વખતોવખતના જાહેરનામા મુજબ સોશીયલ ડીસ્ટન્સીંગ તેમજ માસ્કનો ઉપયોગ કરવા ફરમાવવામાં આવ્યું છે. આ હુકમના કોઈપણ ખંડનો ભંગ અગર ઉલ્લંઘન કરનાર શખ્સ ભારતીય ફોજદારી અધિનિયમ કલમ-૧૮૮ ની શિક્ષાને પાત્ર થશે.

ગુજરાત વહીવટી સેવા વર્ગ-૧ અને વર્ગ-૨ તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ-૨ ની ભરતી માટે પ્રિલિમિનરી પરિક્ષા ડીસેમ્બર-૨૦૨૧ બિલ્ડીંગની યાદી

૧ આદર્શ વિદ્યાલય, પાટણ (સેન્ટર-એ) રાજમહેલ રોડ, આદર્શ વિદ્યા સંકુલ, પાટણ
૨ આદર્શ વિદ્યાલય, પાટણ (સેન્ટર-બી) રાજમહેલ રોડ, આદર્શ વિદ્યા સંકુલ, પાટણ
૩ લોર્ડ ક્રિષ્ના સ્કુલ ઓફ સાયન્સ, પાટણ પાટણ -ઉંઝા હાઈવે, પાટણ
૪ નૂતન વિનય મંદિર, પાટણ ગોળશેરીરોડ, પાટણ
૫ પાયોનીયર સેકન્ડરીસ્કુલ, પાટણ ગોલાપુર. પાટણ ચાણસ્મા હાઈવે, પાટણ
૬ પાયોનીયર સ્કુલ ઓફ સાયન્સ ગોલાપુર. પાટણ ચાણસ્મા હાઈવે, પાટણ
૭ શેઠ બી.એમ. હાઈસ્કુલ, પાટણ ગુંગડી રોડ, પ્રગતિ મેદાન, પાટણ
૮ શેઠ એમ.એન.હાઈસ્કુલ,પાટણ(સેન્ટર-એ) કાળકા દરવાજા, રાણીની વાવ રોડ, પાટણ
૯ શેઠ એમ.એન.હાઈસ્કુલ,પાટણ(સેન્ટર-બી) કાળકા દરવાજા, રાણીની વાવ રોડ, પાટણ
૧૦ શેઠ વી.કે ભુલા હાઈસ્કુલ, પાટણ રેલ્વે સ્ટેશન રોડ, પાટણ
૧૧ અરવિંદભાઈ જીવાભાઈ પ્રાઈમરીસ્કુલ રાજમહેલ રોડ, કોલેજ કેમ્પસ, પાટણ
૧૨ એકલવ્ય સ્કુલ ઓફ સાયન્સ, પાટણ નુતન સોસાયટી સામે, સિધ્ધપુર હાઈવે, હાંસાપુર, પાટણ
૧૩ શ્રી બી.ડી.સાર્વજનિક વિદ્યાલય, પાટણ ફાટીપાળ દરવાજા બહાર, પાટણ
૧૪ કે.વી.પટેલ મેમોરીયલ હાઈસ્કુલ, પાટણ ચાણસ્મા હાઈવે અંબાજી નગર રોડ, પાટણ
૧૫ શ્રીમતી કે.કે.ગર્લ્સ હાઈસ્કુલ નગરપાલિકા રોડ, ભદ્ર, પાટણ
૧૬ પી.એમ.પટેલ ગુરુકુલ વિદ્યા વિહાર, પાટણ ઉંઝા ત્રણ રસ્તા હાંસાપુર, પાટણ
૧૭ આદર્શ પ્રગતિ વિદ્યાલય, પાટણ રાજમહેલ રોડ, પાટણ
૧૮ ઓકસફર્ડ ઈગ્લીશ સ્કુલ, પાટણ ઉંઝા હાઈવે રોડ, પાટણ
૧૯ ભગવતી ઈન્ટરનેશનલ પબ્લીક સ્કુલ, પાટણ કોલેજ કેમ્પસ , રાજમહેલ રોડ, પાટણ
૨૦ પી.પી.જી.એક્સપરીમેન્ટલ હાઈસ્કુલ, પાટણ રાજમહેલ રોડ, કોર્મસ કોલેજ કંપાઉન્ડ, પાટણ
૨૧ આનંદપ્રકાશ વિદ્યાલય ટી.બી.ત્રણ રસ્તા, પાટણ