વડોદરા(Vadodara) શહેરમાં મકરપુરાની GIDCની કેન્ટોન લેબોરેટરીઝમાં આજે સવારે બોઇલર ફાટતા પ્રચંડ બ્લાસ્ટ થયો હતો. આ ગોઝારી દૂર્ઘટનામાં બોઇલરની નીચે દબાઇ જતા ચાર કામદારના મોત થયા છે. જ્યારે બાળકો સહિત 14 જેટલા કામદારો ઇજાગ્રસ્ત થયા હતા. કંપની પરિસરમાં જ કામદારોની વસાહત આવેલી છે અને વસાહતની નજીક જ બોઈલર ફાટવાની દૂર્ઘટના બની હતી. પ્રચંડ વિસ્ફોટથી પાસેના એકમોમાં પણ ધ્રુજારી આવી હતી. જોકે, હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. બોઇલર નીચે કામદારો દબાયેલા હોવાની આશંકાને પગલે ફાયરના કર્મીઓએ કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી.
વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે આસપાસના ઉદ્યોગો હચમચી ઉઠ્યા હતા. વિસ્ફોટ બાદ તરત એમ્બ્યુલન્સ નહીં આવતા ઇજાગ્રસ્ત બાળકો સહિત કામદારો જમીન પર પડી રહ્યા હતા.

- પાટણ: વર્લ્ડ કેન્સર ડે નિમિત્તે આફ્રિકાના ધાનાથી આવેલ એક કેન્સરના દર્દીની સફળ સર્જરી
- શ્રી બી.ડી.એસ.વી માં વિદ્યાર્થીઓ માટે ભવિષ્યની વિશાળતકો, તૈયારીઓ અને સમસ્યાઓ પર સેમિનાર યોજાયો
- પાટણ: ૧૦ જેટલા દિવ્યાંગ વ્યક્તિઓને મોડીફાઇ કરેલ ઈલેક્ટ્રીક સાયકલો ધંધા-રોજગારનો વ્યાપ વધારવા વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી
- પાટણ: હારીજના દુનાવાડામાં એક યુવકે જૂની અદાવતને લઈ છ રાઉન્ડ ફાયરિંગ કરતા ત્રણ લોકો ઘાયલ
- પાટણ: પાલિકા દ્વારા પકડેલા રખડતા ઢોરોને કેટલાક ઈસમો છોડાવી જતા મચી અફરાતફરી