રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં લાદવામાં આવેલા નિયંત્રણોની સમયમર્યાદામાં વધારો કરતાં જિલ્લામાં અમલવારી માટે જાહેરનામું

નોવેલ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે સૂચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેને ધ્યાને લઈ રાજ્યમાં પ્રવર્તમાન પરિસ્થિતિની સમીક્ષા કરતાં સમગ્ર રાજ્યમાં મુકવામાં આવેલા નિયંત્રણોની અવધી આગામી તા.૧૧ જુન,૨૦૨૧ સુધી લંબાવવામાં આવી છે.

કોરોના સંક્રમણ વધુ ન ફેલાય તે હેતુસર, લોકોના સ્વાસ્થ્ય, સુરક્ષા અને જાહેર જનતાના હિતમાં ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩ ની કલમ ૧૪૪ તથા ગુજરાત પોલીસ અધિનિયમ, ૧૯૫૧ ની કલમ ૩૭(૪) અન્વયે, પ્રવર્તમાન પરિસ્થિતિને લક્ષમાં લઈ જાહેર જનતાના હિતમાં ગુજરાત સરકારના ગૃહ વિભાગના તા. ૦૨.૦૬.૨૦૨૧ ના હુકમ ક્રમાંક:વિ/કઅવ/૧૦૨૦૨૦/૪૮૨- Bથી બહાર પાડવામાં આવેલ હુકમમાં જણાવ્યા મુજબના કેટલાંક નિયંત્રણોની અવધિ લંબાવવી જરૂરી જણાતાં જિલ્લા મેજીસ્ટ્રેટ સુપ્રીત સિંઘ ગુલાટી દ્વારા સમગ્ર પાટણ જિલ્લામાં નીચે મુજબના વિવિધ નિયંત્રણો તથા હુકમ ફરમાવવામાં આવ્યા છે

A. અઠવાડીક ગુજરી/બજાર/હાટ, શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો(ઓનલાઈન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, મનોરંજક સ્થળો, જીમ,સ્પા,સ્વિંમીંગ પુલ બંધ રહેશે.
B. આ સમયગાળા દરમ્યાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૫૦ (પચાસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઈ યથાવત રહે છે.
C. અંતિમક્રિયા/ દફનવિધી માટે મહત્તમ ૨૦ (વીસ) વ્યક્તિઓની મંજુરી રહેશે.
D. સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન, બેંક, Finance Tech સંબંધિત સેવાઓ, કેશ ટ્રાન્ઝેકશન સેવાઓ, બેંકોનું ક્લીંયરીંગ હાઉસ, એ.ટી.એમ / સી.ડી.એમ. રીપેરર્સ, સ્ટોક એક્સચેન્જ, સ્ટોક બ્રોકરો, ઈન્સ્યોરન્સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓફીસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા ૫૦% સુધી સુનિશ્વિત કરવાની રહેશે.આવશ્યક સેવાઓને આ જોગવાઈ લાગુ પડશે નહીં.
E. તમામ પ્રકારના રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક કાર્યક્રમો/ સંકુલમાં રમતગમત ચાલુ રાખી શકાશે.
F. પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ/ સ્પોર્ટસ સ્ટેડીયમ/ સંકુલમાં રમતગમત ચાલુ રાખી શકાશે.
G. તમામ ધાર્મિક સ્થાનો જાહેરજનતા માટે બંધ રહેશે. ધાર્મિકસ્થાનો ખાતેની દૈનિક પૂજા/ વિધી ધાર્મિક સ્થાનોના સંચાલકો/ પૂજારીશ્રીઓ દ્વારા જ કરવાની રહેશે.
H. પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ ૫૦% પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે.

અન્ય રાજ્યોમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતાં મુસાફરોને RTPCR Test સંબંધમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવેલ સૂચનાઓ લાગુ રહેશે. તમામે ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

આ જાહેરનામું પાટણ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા. ૦૪.૦૬.૨૦૨૧ ના સવારના ૦૬.૦૦ કલાકથી તા. ૧૧.૦૬.૨૦૨૧ ના સવારના ૦૬.૦૦ કલાક સુધી લાગુ પડશે.

આ જાહેરનામાની જોગવાઈઓ/ કેન્દ્ર-રાજ્ય સરકારની માર્ગદર્શિકાઓનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિ The EPIDEMIC DISEASES Act 1897, THE GUJARAT EPIDEMIC DISEASES COVID – 19 REGULATION, 2020ની જોગવાઈઓ, ભારતીય દંડ સંહિતા,૧૮૬૦ ની કલમ ૧૮૮ તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ ની કલમ ૫૧ થી ૬૦ ની જોગવાઈ હેઠળ કાર્યવાહીને પાત્ર થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

જાણો આજનો રાશિ-ભવિષ્ય 22-06-2024 પંચાંગ 22-06-2024 Panchang 21-06-2024 Rashifal 20-06-2024 Panchang 20-06-2024