Pfizer corona vaccine

Pfizer corona vaccine

અમેરિકાના કેલિફોર્નિયામાં ફાઇઝરની કોરોના વાયરસ વેક્સિન (Pfizer corona vaccine) લગાવવામાં આવી રહી છે. જે દરમિયાન એક નર્સ વેક્સીન લગાવ્યા બાદ એક સપ્તાહ પછી તેનો કોરોના પોઝિટિવ આવ્યો છે.

મેથ્યૂ ડબ્લ્યૂ નામની મહિલા બે અલગ-અલગ હોસ્પિટલમાં નર્સનું કામ કરતી હતી. આ નર્સે 18 ડિસેમ્બરે કોરોના વેક્સિન લગાવી હતી અને ફેસબુક પર પોસ્ટ કરી તેણે જણાવ્યું હતું કે તેને વેક્સિન લગાવ્યા બાદ કોઈ સાઇડ ઇફેક્ટ થઈ નથી. 

એબીસી ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે વેક્સિન લગાવ્યાના છ દિવસ બાદ ક્રિસમસની પૂર્વ સંધ્યા પર કોવિડ-19 યૂનિટમાં કામ કર્યા બાદ આ નર્સ બીમાર થઈ ગઈ. નર્સને ઠંડી લાગવા લાગી અને બાદમાં તેને શરીરમાં દુખાવો થવા લાગ્યો હતો. નર્સને થાક અનુભવવા લાગ્યો. ક્રિસમસ બાદ નર્સ હોસ્પિટલ જઈ કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. 

આ પણ જુઓ : સાંતલપુર : સાંતલપુર સિંઘાડા પાટિયા પાસે અર્ટિકાં ગાડી ને નડયો અકસ્માત.

રેમર્સે કહ્યુ, અમે વેક્સિનના ક્લિનિકલ ટ્રાયલથી જાણીએ છીએ કે કોરોના વાયરસ વિરુદ્ધ ઇમ્યુનિટી પેદા થવામાં 10થી 14 દિવસ લાગી શકે છે. હું સમજુ છું કે કોરોના વાયરસ વેક્સિનનો પ્રથમ ડોઝ તમને આશરે 50 ટકા સુરક્ષા આપે છે અને તમને 95 ટકા સુરક્ષા માટે બીજા ડોઝની જરૂર હોય છે. 

શું તમે ગુજરાતી છો? તો અમારું પેજ લાઈક કરો.